Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > જીતુ વાઘાણીનાં અધ્યક્ષસ્થાને ભાજપ કોર કમિટિની બેઠક, CM રૂપાણી-નીતિન પટેલ ઉપસ્થિત

જીતુ વાઘાણીનાં અધ્યક્ષસ્થાને ભાજપ કોર કમિટિની બેઠક, CM રૂપાણી-નીતિન પટેલ ઉપસ્થિત

0
394

ગાંધીનગરઃ આજ રોજ ગાંધીનગરનાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનાં અધ્યક્ષસ્થાને ભાજપ કોર કમિટિની બેઠક યોજાઇ રહી છે. ત્યારે એવામાં આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડે. સીએમ. નીતિન પટેલ પણ હાજર છે. વર્ષ 2019માં સંગઠન સંરચના દરમિયાન કોર ગ્રૂપની બેઠક મળ્યાં બાદ હવે જૂન માસનાં અંતિમ દિવસોમાં આ બેઠક યોજાઇ છે.

આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી સતીષ, CM વિજય રૂપાણી, ડે. સીએમ નીતિન પટેલ અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યાં છે. મહત્વનું છે કે આ બેઠકમાં આગામી દિવસોમાં રાજ્યમાં 8 વિધાનસભાની પેટા ચૂંટણી તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે રણનીતિ ઘડવામાં આવશે.

આ પણ વાંચોઃ ચીની સેનાના ટેન્ટમાં આગથી ભડકી હિંસા, ગલવાન ઝડપ પર કેન્દ્રીય મંત્રીનો ખુલાસો

સરકારનાં મંત્રી અને સંગઠનનાં હોદ્દેદારોને જવાબદારી સોંપાઇ શકે

તાજેતરમાં જ કોંગ્રેસનાં 8 ધારાસભ્યોએ આપેલા રાજીનામામાંથી કોંગ્રેસનાં 5 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતાં. ત્યારે હવે આગામી પેટાચૂંટણીમાં આ ધારાસભ્યોની ઉમેદવારી નોંધવી કે સ્થાનિક ભાજપનાં નેતાઓમાંથી કોઇને ટિકીટ આપવી તે અંગે આ બેઠકમાં ચર્ચા થઇ શકે તેવી શક્યતા છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર આ બેઠકમાં જિલ્લા મુજબ સરકારનાં મંત્રીઓ અને સંગઠનનાં હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી શકે છે.

સરકારનાં મંત્રીઓની જો વાત કરવામાં આવે તો ગણપત વસાવા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કૌશિક પટેલ, કુંવરજી બાવળીયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, ઈશ્વર પટેલ, આર.સી.ફળદુ અને પ્રદિપસિંહ જાડેજાને જુદા-જુદા જિલ્લાની જવાબદારી આપવામાં આવી શકે.

ભાજપનાં 8 મંત્રીઓને જુદી-જુદી આઠ વિધાનસભાની જવાબદારી સોપવામાં આવશે. આ મંત્રીઓની સાથે-સાથે પ્રદેશનાં નેતાઓને પણ જવાબદારી સોંપાશે. એક મંત્રી અને બે પ્રદેશનાં નેતાઓ સાથેની એક ટીમ તૈયાર કરવામાં આવશે જેમને વિધાનસભાની બેઠક મુજબ જવાબદારી સોંપવામાં આવશે.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા મામલે કોંગ્રેસનો વિરોધ, અમિત ચાવડા સહિત કાર્યકર્તાઓની અટકાયત

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.