Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: ગુજરાત કોલેજ ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ

અમદાવાદ: ગુજરાત કોલેજ ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ

0
53

અમદાવાદ: ગુજરાતની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. જેમાં શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાત કોલેજ ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. BJP-Congress Workers Clash

અમદાવાદની ગુજરાત કોલેજમાં મતગણતરી ચાલી રહી છે, ત્યારે અહીં ઉપસ્થિત ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. કોંગ્રેસ કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે, ભાજપના કાર્યકર્તાઓ મત ગણતરી કેન્દ્ર ખાતે મોબાઈલ સાથે જઈ રહ્યાં છે. જ્યારે અમે વાંધો ઉઠાવ્યો, ત્યારે તેમણે ઝપાઝપી કરી હતી. હાલ પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો છે. BJP-Congress Workers Clash

આ પણ વાંચો: 2015માં કોંગ્રેસે રાજકોટ-જામનગરમાં ટક્કર મારી, છતાં 6 મનપામાં કેસરિયો લહેરાયો  BJP-Congress Workers Clash

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે મોડી રાત્રે EVMમાં ચેડા થયા હોવાની અફવાને પગલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ગુજરાત કોલેજ તેમજ એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ પર ઉમટી પડ્યા હતા. જ્યાં સુત્રો પોકારીને હોબાળો મચાવતા થોડીક ક્ષણો માટે તંગદીલી છવાઈ હતી. આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમણે કોલેજ ઉપર CCTV કેમેરાથી મોનિટરિંગ થતું હોવાનું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો. BJP-Congress Workers Clash

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat