Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ભાજપને જાતિગત સમીકરણ ભારે ના પડે!, 29 મંત્રીઓના રાજીનામાની ઓફર

ભાજપને જાતિગત સમીકરણ ભારે ના પડે!, 29 મંત્રીઓના રાજીનામાની ઓફર

0
284

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી (BJP)માં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ બાદ રોષ ભભૂકી ઉઠ્યો છે. ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળ માટે ભારે લડાઇ જોવા મળી રહી છે. ભાજપ 2022ની વિધાનસભા ચૂંટણી જીતવા માટે જાતિગત સમીકરણ પર ભાર મુકી રહ્યુ છે. આનંદીબેન પટેલના રાજીનામા બાદ પાટીદારને મુખ્યમંત્રી બનાવવાની માંગ હવે પૂરી થઇ છે. જોકે, અન્ય જાતિના લોકો પોતાના નેતાને મંત્રી મંડળમાં સ્થાન મળે તે માટે લોબિંગ કરી રહ્યા છે.

અનેક સીનિયર નેતાઓના પત્તા કપાશે!

ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળની શપથવિધિ આજે બપોરે 1.30 કલાકે યોજાશે. આ મંત્રી મંડળમાં નવોદિતોને સ્થાન મળે તેવી સંભાવના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ 2017માં પ્રથમ વખત ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જંગી બહુમતીથી જીત્યા હતા.

ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં પણ નો રીપિટ થિયરી અપનાવવામાં આવી રહી છે જેને કારણે અનેક સીનિયર નેતાઓ નારાજ થયા છે. ગઇકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલના ઘરે અનેક ધારાસભ્યોનો જમાવડો જોવા મળ્યો હતો. આ ધારાસભ્યો પોતાને મંત્રી પદ મળે તે માટે લોબિંગ શરૂ કર્યુ હતુ.

કોળી-ઠાકોર સમાજની ભાજપને ચેતવણી

કુંવરજી બાવળિયા અને દિલીપ ઠાકોરનું મંત્રી પદ કપાવાના સમાચારથી કોળી-ઠાકોર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. દિલીપ ઠાકોર અને કુંવરજી બાવળિયાના સમર્થકોએ મોરચો ખોલ્યો છે. કુંવરજી બાવળિયાના સમર્થકોએ કહ્યુ કે જો કુંવરજી ભાઇનું મંત્રીપદ છીનવવામાં આવશે તો તેના ઘેરા પ્રત્યાઘાત પડશે અને આગામી ચૂંટણીમાં ભાજપે તેના પરિણામ ભોગવવા પડશે.

બીજી તરણ ચાણસ્મા ખાતે દિલીપ ઠાકોરને મંત્રી પદેથી હટાવવામાં આવે તો રાજીનામાની ચીમકી સાથે તેમના સમર્થકોએ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો.

જયેશ રાદડિયાનું મંત્રી પદ છીનવાય તેવી પણ શક્યતા છે. જેને કારણે તેમના સમર્થકો દ્વારા ઠેર ઠેર બેઠકો કરવામાં આવી રહી છે અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવી રહી છે.

યુવા ચહેરાઓમાં ઉત્સાહ

સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને મોટુ પદ મળે તેવી શક્યતા છે. હર્ષ સંઘવી ગઇકાલથી જ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલના ઘરે જમાવડો નાખીને બેઠા છે. હર્ષ સંઘવીએ કોરોના કાળમાં સારૂ એવુ કામ કર્યુ હતુ જેની નોંધ લેવામાં આવી હતી.

હર્ષ સંઘવીના સમર્થકો દ્વારા મંત્રી પદ મળ્યા પહેલા જ ફટાકડા ફોડવાના કાર્યક્રમનું આયોજન કરી નાખ્યુ હતુ. જોકે, ભાજપના કેટલાક સીનિયર નેતાઓ નારાજ થતા શપથવિધિ કાર્યક્રમને ગઇકાલે રદ કરવો પડ્યો હતો.

હર્ષ સંઘવીના સમર્થકોએ ગુજરાતના મંત્રી મંડળમાં ગૃહ રાજ્યમંત્રી તરીકે વરણી થવા બદલ ફટાકડા ફોડવાનો કાર્યક્રમ પણ જાહેર કરી નાખ્યો હતો. જોકે, હજુ સુધી શપથવિધિ કાર્યક્રમ થયો નથી અને ક્યા મંત્રીને ક્યુ પદ આપવામાં આવ્યુ તે પણ નક્કી નથી.

આ પણ વાંચો: ગુજરાત સરકાર માટે અનેક વખત સંકટમોચન બનેલા પ્રદિપસિંહને પડતા મૂકવા ભારે પડશે

સરકારના પ્રોટોકોલ વિભાગ તરફથી વર્તમાન તમામ મંત્રીઓને તાત્કાલિક ધોરણે તેમની ઓફિસ અને સરકારી આવાસ ખાલી કરી દેવાનું ફરમાન આવ્યુ અને બળતામાં ઘી હોમાયુ હતુ અને વાત છેક 29 જેટલા મંત્રીઓ અને ધારાસભ્યોના સાગમટે રાજીનામાની ઓફર સુધી પહોચી ગઇ હતી. ઘણા મંત્રીઓએ સ્વમાનનો વિષય બનાવી બંગલો ખાલી કર્યો નહતો પરંતુ ઓફિસમાંથી તેમનો તમામ સામાન બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ખાલી થઇ ગયો હતો. દરેક ઘટનાક્રમની જાણકારી દિલ્હી પહોચાડાઇ રહી હતી.

આ 29 મંત્રીઓ છે નારાજ

નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, કૌશિક પટેલ, દિલીપ ઠાકોર, સૌરભ પટેલ, જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જયદ્રથસિંહ પરમાર, કિશોર કાનાણી, ઇશ્વરસિંહ પટેલ, રમણ પાટકર, યોગેશ પટેલ, પરસોત્તમ સોલંકી, વિભાવરી દવે, બચુ ખાબડ, રાજેન્દ્ર ત્રિવેદી, વાસણ આહિર, જીતુ સુખડિયા, રાઘવજી પટેલ, આર.સી.પટેલ, જેઠા ભરવાડ, પૂર્ણેશ મોદી, સી.કે.રાઉલજી, ગોવિંદ પરમાર, મધુશ્રીવાસ્તવ, ઝંખના પટેલ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat