Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે ભાજપે પ્રદેશ નિરીક્ષકોની નિમણૂંકો કરી

ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે ભાજપે પ્રદેશ નિરીક્ષકોની નિમણૂંકો કરી

0
65
  • સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇને ભાજપની ઉમેદવાર પસંદગી માટેની કવાયત શરૂ

  • જિલ્લા, તા.પંચાયત તથા ન.પા.ની ચૂંટણી માટે 32 જિલ્લા માટે 96 પ્રદેશ નિરીક્ષકોના નામો જાહેર કરાયા
  • પ્રદેશ નિરીક્ષકો દ્વારા કઇ કઇ તારીખોએ કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે

ગાંધીનગર: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપ તરફથી પક્ષના નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે. આ ચૂંટણીને લઇને પક્ષના નિરીક્ષકો કાર્યકરોની રજૂઆત સાંભળશે. 32 જિલ્લાઓ માટે 96 નિમણૂંક પ્રદેશ નિરીક્ષકોની નિમણૂંક કરાઇ છે. જેમાં દરેક જિલ્લામાં નિમણૂંક પામેલા ત્રણ નિરીક્ષકોમાં એક મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મતલબ કે 32 મહિલાઓની પણ નિમણૂંક કરાઇ છે.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇને યોજાયેલી પત્રકાર પરિષદમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મંત્રી મહેશ કસવાલા તથા મુખ્ય પ્રવકતા યમલ વ્યાસે જણાવ્યું હતું કે સુરત,જામનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા માટે પ્રદેશ તરફથી ત્રણ સભ્યોની નિરીક્ષકોની ટીમ બનાવવામાં આવી છે. મહાનગરપાલિકાઓમાં વોર્ડમાં સંભવિત ઉમેદવારો માટે સાંભળવાની પ્રક્રિયા 24, 25, અને 26 જાન્યુઆરી દરમિયાન પુરી થશે.

આ પણ વાંચો: કેન્દ્રની ભાજપ સરકારે સાત વર્ષમાં નાગરીકોના ખિસ્સામાંથી 20 લાખ કરોડ સેરવી લીધા : કોંગ્રેસ

જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગર પાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં સંભવિત ઉમેદવારો પસંદગીની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા માટે ચૂંટણીના ભાગરુપે નિરીક્ષકોની ત્રણ સભ્યોની પેનલ બનાવવામાં આવી છે. જિલ્લા દ્વારા પસંદ કરેલા આ નિરીક્ષકો 26 અને 27 જાન્યુઆરી દરમિયાન કાર્યકર્તાઓની રજૂઆત સાંભળશે. બીજા તબક્કામાં નિરીક્ષકોમાં 29, 30 અને 31 જાન્યુઆરી દરમિયાન પ્રદેશ તરફથી નિયુક્ત કરેલા નિરીક્ષકો અને જિલ્લા સંકલન સમિતિ સંયુક્ત રીતે કાર્યકર્તાઓની રજૂઆત સાંભળશે.

મહાનગરપાલિકા માટે અમદાવાદ મહાનગર 12 ટીમ, સુરત મહાનગર માટે 7 ટીમ, વડોદરા મહાનગર માટે 5 ટીમ, રાજકોટ મહાનગર માટે 4 ટીમ તેમજ જામનગર અને ભાવનગર મહાનગર માટે 3 ટીમ તથા ખેડા સહિત 32 જિલ્લાઓ માટે 96 પ્રદેશ નિરીક્ષકો કાર્યકર્તાઓની રજૂઆત સાંભળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર-20ના રોજ રાજયની આઠ મહાનગરપાલિકા તથા જિલ્લા તેમજ તાલુકા ઉપરાંત નગરપાલિકાઓની મુદ્દત પુરી થઇ ગઇ છે. પરંતુ કોરોના મહામારીના કારણે ચૂંટણી ત્રણ મહિના માટે મોકૂફ રાખીને ફ્રેબુઆરી-21માં યોજવાની જાહેરાત કરી હતી. સ્થાનિક સ્વરાજયની ફ્રેબુઆરી-21માં યોજાનારી ચૂંટણીની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. તેને ધ્યાનમાં લઇને જ ભાજપે હવે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવા પ્રદેશ નિરીક્ષકોના નામોની આજે જાહેરાત કરી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9