Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ભાજપના નવા ચૂંટણી માપદંડમાં નર્મદામાં ‘કહીં ખુશી કહીં ગમ’, ‘જાયે તો કહાં જાયે’ જેવી સ્થિતિ

ભાજપના નવા ચૂંટણી માપદંડમાં નર્મદામાં ‘કહીં ખુશી કહીં ગમ’, ‘જાયે તો કહાં જાયે’ જેવી સ્થિતિ

1
503

BJP Candidate For Narmada- વિશાલ મિસ્ત્રીAdd New રાજપીપળા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ઉમેદવારોનું પેનલ લિસ્ટ પ્રદેશમાં પહોંચી ગયા બાદ ચૂંટણી પાર્લમેન્ટ્રી બોર્ડમાં ચોંકાવી દેનારો એક નિર્ણય લેવાયો. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે એવું જાહેર કર્યું કે, 60 વર્ષથી ઉપરની ઉંમરના, 3 ટર્મ ચૂંટણી લડી ચૂકેલા તથા ભાજપ આગેવાનોના સગા-સબંધીઓને ટિકિટ નહીં આપવાનો પાર્લમેન્ટ્રી બોર્ડમાં નિર્ણય લેવાયો છે.

હવે આ નિર્ણયથી એક બાબત એ નક્કી થાય છે કે, પ્રદેશ ભાજપે પેહલા ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોના બાયોડેટા જોઈ લીધા હશે, એમાં મોટે ભાગના ઉમેદવારો ભાજપ નેતાઓના સગા સબંધીઓ અને એકના એક નેતાઓ વારંવાર ચૂંટણી લડી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું હોવું જોઈએ. એટલે જ ચૂંટણી લડવા ઇચ્છુક બીજા કાર્યકરોને ચાન્સ મળે અને એમને અન્યાય ના થાય એટલે જ આવો કઠોર નિર્ણય લેવો પડ્યો. BJP Candidate For Narmada

વાત કરીએ નર્મદા જિલ્લાની તો, ભાજપના આ નવા ચૂંટણી માપદંડમાં દિગ્ગજ નેતાઓ આવી જાય છે. નર્મદા જિલ્લા પંચાયત વિપક્ષ નેતા કિરણ વસાવા 3 વખત ચૂંટણી લડ્યા 2 વખત જીત્યા અને પાછા તેઓ નાંદોદના પૂર્વ ધારાસભ્ય અને રાષ્ટ્રીય આદિજાતિ આયોગના ડિરેકટર હર્ષદ વસાવાના સગા સાળા થાય છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવાની પુત્રી પ્રીતિબેન વસાવાએ આમલેથા જિલ્લા પંચાયત અને વડીયા તાલુકા પંચાયતની ટિકિટ માંગી છે. રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ દશાંદી અને જીગીશા ભટ્ટ 3 ટર્મથી ચૂંટણી લડે છે અને જીતે પણ છે. BJP Candidate For Narmada

આ પણ વાંચો:  વડોદરા કલેક્ટર કચેરીમાં આગ, 5 વર્ષના મતદાનનો ડેટા બળીને ખાખ

આ તમામ ભાજપમાંથી ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો નવા ચૂંટણી માપદંડમાં બિલકુલ ફિટ બેસે છે. હવે જોવું એ રહ્યું કે, નર્મદા જિલ્લા ભાજપ સંગઠન આ ઉમેદવારોની જગ્યાએ નવા ઉમેદવાર ઉતારશે કે પછી પ્રદેશ ભાજપના નવા ચૂંટણી માપદંડની અનદેખી કરી એમની માટે સ્પેશિયલ ક્વોટામાં ટિકિટની માંગ કરશે? હાલ તો ભાજપના નવા ચૂંટણી માપદંડને લીધે નર્મદા ભાજપના નેતાઓમાં “કહી ખુશી કહી ગમ”નો માહોલ સર્જાયો છે. આ સાથે “જાયે તો કહા જાયે” જેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે. (In Pic: નાંદોદના પૂર્વ MLA હર્ષદ વસાવાનો શાળો કિરણ વસાવા અને BJP MP મનસુખ વસાવા) BJP Candidate For Narmada

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat