Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતમાં ભાજપ ઉમેદવારની સભામાં કોંગ્રેસની કોર્પોરેટરના પતિ અને કાર્યકરે ઇંડા નાંખ્યા

સુરતમાં ભાજપ ઉમેદવારની સભામાં કોંગ્રેસની કોર્પોરેટરના પતિ અને કાર્યકરે ઇંડા નાંખ્યા

0
66
  • કોંગ્રેસના કાળો ચહેરો વધુ એકવાર ખુલ્લો પડી ગયો છે : ભાજપ bjp candidate news
  • હજુ 50 વર્ષ પણ ગુજરાતની જનતા કયારેય તમને માફ કરવાની નથી

અમદાવાદ: સુરતમાં ભાજપના ઉમેદવારની સભામાં ઇંડા નાંખવામાં આવ્યા હતા. આ ઇંડા નાંખનારા વ્યક્તિની સુરત પોલીસે ધરપકડ કરી છે. તે વ્યક્તિ સુરત કોંગ્રેસના કોર્પોરેટરના પતિ તથા કોંગ્રેસના કાર્યકરે નાંખ્યા (BJP candidate_Congress) હોવાની હકીકતો પ્રકાશમાં આવી હોવાનો પ્રદેશ ભાજપના મીડીઆ સેલના કન્વીનર પ્રશાંત વાળાએ જણાવ્યું છે. આમ ગુજરાત વિધાનસભાની ત્રીજી નવેમ્બરે યોજાનારી આઠ બેઠકોની પેટાચૂંટણીને લઈને રાજકીય ગરમાગરમી વધુ તેજ બની ગઈ છે. bjp candidate news

કોંગ્રેસને આડે હાથ લેતાં વાળાએ વધુમાં કહ્યું કે, અમે તો પહેલેથી જ કહેતા હતા કે, આવા કાળા કામો (BJP candidate_Congress)કોંગ્રેસના જ છે. કોંગ્રેસનો કાળો ચહેરો આજે વધુ એકવાર ખુલ્લો પડી ગયો છે. ભાજપને ચુંટણીની સીધી લડાઇમાં કોંગ્રેસ પહોંચી શકે તેમ નથી. કોંગ્રેસ પાસે કોઇ મુદ્દા કે નેતુત્વ નથી. એટલે કોંગ્રેસ આવી નિમ્નકક્ષાની હરકત પર ઉતરી આવી છે. યેનકેન પ્રકારે ગુજરાતની શાંતિ ડહોળવાના આવા કુપ્રયાસો કોંગ્રેસ કરવામાં આવી રહ્યાં છે. તે ફરી એકવાર ખુલ્લી પડી ગઇ છે. bjp candidate news

આ પણ વાંચોઃ BREAKING: કોંગ્રેસે ફક્ત ગરીબી હટાવોના સૂત્ર જ આપ્યાઃ પાટિલ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ કોંગ્રેસે જ્ઞાતિ-જાતિ વચ્ચે (bjp candidate news)વેરઝેર ફેલાવી આ શાંત અને સલામત ગુજરાતની શાંતિ ડહોળવાના પ્રયાસો કરેલા છે. પરંતુ ગુજરાતની શાણી અને સમજુ જનતાએ કાળી કોંગ્રેસને ઓળખી લીધી છે. તેના આવા બદઇરાદા ગુજરાતની જનતા કયારેય પાર પાડવા નહીં દે.

વધુમાં તેમણે કોંગ્રેસને વધુ એક વખત ચેતવણી આપતાં જણાવ્યું કે, તમારા આવા કાળા કામો બંધ કરો, ગુજરાતની જનતાએ તમને એટલા માટે જ પચ્ચીસ પચ્ચીસ વર્ષથી સત્તાથી દૂર રાખ્યા છે. અને હવે આવનારા 50 વર્ષ પણ ગુજરાતની જનતા કયારેય તમને માફ કરવાની નથી. એટલે ચેતી જજો.

આ પણ વાંચોઃ BREAKING: ભાજપ પ્રમુખ સી આર. પાટિલ પર છે 107 પોલીસ કેસઃ અર્જુન મોઢવાડિયા

ભાજપના આગેવાનોની જાહેરસભા કયા કયારે યોજાશે bjp candidate news

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે (BJP candidate_Congress)25 ઓક્ટોબરના રોજ બપોરે ત્રણ વાગ્યે સાર્વજનિક સરકારી સ્કૂલ, સાયલા તથા સાંજે પાંચ વાગ્યે પટેલ સમાજની વાડી, સાયલા ખાતે જાહેરસભાને સંબોધશે. જયારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનો 26મી ઓક્ટોબરના રોજ મોરબી અને લીંબડી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કપરાડા અને ડાંગ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનો કરજણ વિધાનસભા સીટ અંતર્ગત ચૂંટણી પ્રવાસ યોજાશે. જેમાં જુદા જુદા સમાજના શ્રેષ્ઠીઓને તથા ભાજપના સાંસદ, ધારાસભ્યો ઉપરાંત ભાજપ સંગઠનના અગ્રણીઓ સાથે બેઠક કરીને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. આ ઉપરાંત સંમેલનને સંબોધન કરશે.