Gujarat Exclusive > રાજનીતિ > મુસ્લિમ અનામત મુદ્દે મહારાષ્ટ્રમાં મતભેદ, ભાજપ નેતાના નિવેદનથી NCPની ચિંતા વધી

મુસ્લિમ અનામત મુદ્દે મહારાષ્ટ્રમાં મતભેદ, ભાજપ નેતાના નિવેદનથી NCPની ચિંતા વધી

0
973

મુંબઈ: ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે જણાવ્યું કે, જો NCP અને કોંગ્રેસ સરકાર છોડવાની ધમકી આપીને શિવસેના પર મુસ્લિમોને અનામત આપવાનું દબાણ બનાવશે, તો તેઓ શિવસેનાનું સમર્થન કરશે. હકીકતમાં NCP અને કોંગ્રેસે કહ્યું છે કે, સરકાર શિક્ષણમાં મુસ્લિમોને 5 ટકા અનામત આપશે. જ્યારે મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, મુસ્લિમ અનામત અંગેનો કોઈ પ્રસ્તાવ હજુ સુધી તેમની પાસે આવ્યો જ નથી. જ્યારે આવશે, ત્યારે તેની યોગ્યતાની તપાસ કરવામાં આવશે.

આ અંગે ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુગંતીવારનું કહેવું છે કે, તેમની પાર્ટી એવું માને છે કે, અનામત ધર્મના આધારે ના આપવી જોઈએ. રાજ્યના પૂર્વ નાણાંમંત્રીએ જણાવ્યું કે, શિવસેનાએ જે વલણ અપનાવ્યું છે, તે યોગ્ય છે. તે બંધારણની વાત કરી રહ્યા છે. બંધારણ ધર્મના આધારે આનામન નથી આપતું. જો ધર્મના આધારે અનામત આપવામાં આવે છે, તો શીખો અને ખ્રિસ્તીઓએ શું ગુનો કર્યો છે?

ભાજપ નેતાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે પહેલા જ આર્થિક રીતે પછાત વર્ગ માટે 10 ટકા અનામતની વ્યવસ્થા કરી છે. જેમાં મુસ્લિમ અને ખ્રિસ્તી બન્ને ધર્મના લોકો આવે છે. શિવસેના સાથે અમારું ગઠબંધન વિચારધારા પર આધારિત હતું. જો કોંગ્રેસ અને NCP આ મુદ્દે દબાણ બનાવી રહ્યા છે તો,શિવસેનાએ ચિંતા ના કરવી જોઈએ.

મુગંતીવારે જણાવ્યું કે, જો શિવસેના સરકાર છોડી દે, તો અમે આ વિષયની હદમાં રહીને સરકારનો સાથ આપીશું. ઉલ્લેખનીય છે કે, અલ્પસંખ્યક બાબતોના મંત્રી અને NCP નેતા નવાબ મલિકે ગત સપ્તાહે વિધાન પરિષદમાં કહ્યું હતું કે, સરકાર કાયદો બનાવીને મુસ્લિમોને 5 ટકા અનામત આપશે.

સુપ્રીમ કોર્ટે હટાવી ક્રિપ્ટો કરન્સી પરથી રોક, હવે ભારતીયો પણ ખરીદી અને વેચી શકશે બિટકોઈન