Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ભાજપે ગુજરાતના ઝોન કન્વીનર તથા સહપ્રવકતાના નામો જાહેર કર્યા

ભાજપે ગુજરાતના ઝોન કન્વીનર તથા સહપ્રવકતાના નામો જાહેર કર્યા

0
15

ગાંધીનગર: ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા આજે પ્રદેશના સહ પ્રવકતા અને ઝોન પ્રવકતાની સાથોસાથ મીડિયા ઝોન કન્વીનરોના નામોની યાદી જાહેર કરી હતી. આમ ભાજપ તરફથી ખાલી રહેલાં હોદ્દાઓ પર નિમણૂંકો કરવાનું ચાલુ રાખ્યું છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં લઇને તમામ ખાલી રહેલી જગ્યાઓ પર નિમણૂંકો કરવાનુ ચાલુ રાખ્યું છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા જાહેર કરાયેલા પ્રદેશ સહપ્રવકતા તથા ઝોન પ્રવકતામાં સહપ્રવકતા કિશોર મકવાણાની ઉત્તર ઝોન, રાજુ ધ્રુવની સૌરાષ્ટ્ર ઝોન, જગદીશ પટેલ ( બલ્લર )ની દક્ષિણ ઝોન તથા ડો. જયોતિ પંડયાની મધ્ય ઝોનના પ્રવકતા તરીકે નિમણૂંક કરી છે.

જયારે મીડિયા ઝોન ક્ન્વીનરોમાં દક્ષિણ ઝોનમાં રાજેશ દેસાઇની કન્વીનર તથા એડવોકેટ દિપીકા ચાવડાની સહકન્વીનર તરીકે નિમણૂંક કરી છે. જયારે મધ્ય ઝોનના કન્વીનર તરીકે સત્યેન કુલાબકર અને સહકન્વીનર પદે રાજેશ પારેખ અને ઉત્તર ઝોનના કન્વીનર તરીકે રેખા ચૌધરી તથા સહકન્વીનર પદે રાજુ ભટ્ટ, ઉપરાંત ઉત્તર ઝોન ( કર્ણાવતી, અમદાવાદ જીલ્લો, ગાંધીનગર શહેર તથા જિલ્લામાં કન્વીનર તરીકે હિતેશ પટેલ ( પોચી ) અને સહકન્વીનર તરીકે રાજીકાબેન કચેરીયા ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનર તરીકે મુકેશ દાસાણી અને સહકન્વીનર પદે સુરેશ માંગુકીયાની નિમણૂંકો કરી છે.

ગાંધીનગર મહાનગર વોર્ડ -3 કોંગ્રેસના પ્રમુખ બાલકૃષ્ણ જોશી ભાજપમાં જોડાયા

ગાંધીનગર મહાનગરના ચૂંટણી પ્રચારના બ્યુગલ પુરજોશમાં ફૂંકાઈ રહ્યા છે, ત્યારે ભાજપ કોંગ્રેસની સાથે આપ પણ ચૂંટણીની હરીફાઈમાં છે ત્યારે ભાજપની વિચારધારા અને તેના વિકાસની અવિરત રથની ગતિથી પ્રેરાઇને ઘણા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે ગાંધીનગર મહાનગરના વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસ પ્રમુખ બાલુ જોશી ભાજપમાં જોડાયા છે. .

મહાનગર ચૂંટણી ઇન્ચાર્જ અમિત ઠાકર , ભાજપ મીડિયા ઇન્ચાર્જ ર્ડો યજ્ઞેશ દવે , પ્રમુખ રુચિર ભટ્ટ , ઉમેદવાર સંજીવ અંબરીશ મહેતા , સોનાલી ઉરેનકુમાર પટેલ , દિપીકાબેન સોલંકી , ભરત ગોહિલની સાથે બ્રહ્મ અગ્રણી દિવ્ય ત્રિવેદી , શહેર ઉપપ્રમુખ ઉરેન પટેલની હાજરીમાં બાલુએ ભાજપની વિચારધારા સાથે જોડાઈને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

બાલકૃષ્ણએ જણાવેલ કે વૉર્ડમાં જનરલ ઉમેદવારના સ્થાને બીજા સમાજના ઉમેદવારને પ્રાધાન્ય આપતા અને કોંગ્રેસના શાસનમાં નકરો ભ્રષ્ટાચાર અને સતત અસત્યના પ્રચારના વિરુદ્ધમાં તેમને બંડ પોકારીને સુસાશન અને વિકાસનો સાથ પકડ્યો છે. વધુમાં બાલુભાઈએ જણાવ્યું હતું કે મોદી સરકારના સાશનમાં રાષ્ટ્રના છેવાડાના નાગરિકને સુશાસનના તમામ લાભ મળ્યા છે તથા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની કાર્યકરો તરફની આદરભાવનાથી પ્રેરાઈને ભાજપમાં જોડાયો છુ .

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat