Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > અમદાવાદ: રાણીપમાં બીટકોઈન બ્રોકરની આત્મહત્યા, સ્યુસાઇડ નોટમાં DySP સામે આરોપ

અમદાવાદ: રાણીપમાં બીટકોઈન બ્રોકરની આત્મહત્યા, સ્યુસાઇડ નોટમાં DySP સામે આરોપ

0
452

અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક બીટકોઈન બ્રોકરે આત્મહત્યા કરી હોવાની માહિતી મળી છે. બીટકોઈન બ્રોકર ભરત પટેલે ગત મોડી રાત્રે પોતાના નિવાસ સ્થાને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. મૃતક ભરત પટેલે આત્મહત્યા કરતા પહેલા લખેલી સ્યુસાઈડનોટ મળી આવી છે, જેમાં DySp ચિરાગ સવાણીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ સ્યૂસાઈડ નોટમાં ભરત પટેલે 11,575 બીટકોઈનના હિસાબ મામલે DySP ચિરાગ પટેલ (સવાણી) ત્રાસ આપતા હોવાના કારણે પોતે આત્મહત્યા કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ તો રાણીપ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

શબ્દસઃ સ્યુસાઈડ નોટ
હું લખનાર પોતે ભરતકુમાર ભીખાભાઈ પટેલ. મારે ત્યાં હરીશ સવાણી (મોન્ટુ) ગાંધીનગર મોબાઈલ નંબર 98***90 અને એમના નાના ભાઈ ચિરાગ સવાણી, જે ડીવાયએસપી છે. મોબાઈલ નંબર 98***04 મારા ઘરે આવ્યા હતા. હું બીટકોઈન ટ્રેડિંગનું કામ કરતો હતો. તેમણે 5 બીટકોઈન ટ્રેડિંગ કરવા આપેલ, જે લોસ થતાં 5 બીટકોઈનનો 11,575 બીટકોઈનનો હિસાબ માગે છે. મારા ઉપર આ બંને ભાઈઓનું ભયંકર પ્રેસર છે. બીટકોઈન રિકવરીથી હું ખૂબ જ પરેશાન છું. મારું જીવવું હરામ થઈ ગયું છે. બાકી ચિરાગ સવાણી ડીવાએસપીએ પણ મને ઘરે આવી પુરા બીટકોઈન આપી દેવાની ધમકી આપે છે. હું આપઘાત કરવા મજબૂર બન્યો છું. મારા સ્યુસાઈડ પાછળ આ બંને ભાઈઓનું પ્રેસર જવાબદાર છે. આ કામમાં મારું ફેમિલી નિર્દોષ છે. મારા ફેમિલીનો આમાં કોઈ હાથ નથી તે નિર્દોષ છે. એજ લિ. ભરતકુમાર ભીખાભાઈ પટેલ.