Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > કેમ વિદેશ પ્રવાસ નથી કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ?

કેમ વિદેશ પ્રવાસ નથી કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ?

0
6626

ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે 55મો જન્મદિવસ છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈમાં થયો હતો. અમિત શાહને રમત પ્રત્યે ઘણો લગાવ છે. તેમને ક્રિકેટ અને ચેસમાં બાળપણથી રસ છે. શાહનું માનવું છે કે, એકાગ્રતા શક્તિને વધારવા માટે ચેસ અને શારીરિક વ્યાયામ માટે ક્રિકેટ રમવું જરૂરી છે. અમિત શાહ વિદેશ યાત્રાઓ પણ બહુ ઓછી કરે છે.

અમિત શાહના નજીકના લોકો જણાવે છે કે, ચેસ રમતા સમયે કોઈ ચાલ પહેલા તેઓ પૂરતો સમય લે છે. તેઓ એક ચાલથી વિરોધીને વધારેમાં વધારે નુક્સાન કરવાની રણનીતિથી ચાલ ચાલે છે. શાહની સાથે પરિવારિક સંબંધ રાખતા તેમના નજીકના એક વ્યક્તિએ જણાવ્યુ કે, અમિતભાઈ ચેસ રમતા સમય ચાલ ગણતા હતા, મિનિટ નહી. કેટલી ચાલમાં સામે વાળા પક્ષને હરાવવો છે, તેના પર તેઓ વધારે ધ્યાન આપતા હતા.


વર્ષ 1987માં અમિત શાહના લગ્ન સોનલબેન સાથે થયા હતા. આજે પણ અમિત શાહ દિવસમાં એકવખત પોતાની પત્ની સોનલબેન સાથે ફોન પર વાત કરે છે. પ્રવાસમાં દરમિયાન શાહ એકવાર પોતાની પૌત્રી રૂદ્રીનો આવાજ ફોન પર જરૂર સાંભળે છે. પરિવાર સાથે ફરવું, ફિલ્મ જોવી, બાય રોડ ટ્રાવેલિંગ કરવું આ બધા તેમના શોખ રહ્યા છે. એ વાત જુદી છે કે, હવે તેઓ આ બધુ નથી કરી શકતા, પરંતુ આ બધું તેમના સ્વભાવમાં છે.

અમિત શાહ વિદેશ યાત્રા બહુ ઓછી કરે છે. લગભગ તેમણે છેલ્લી વખતે 2006માં મ્યુનિકની યાત્રા કરી હતી. જો કે, તેમની બહેન અમેરિકામાં રહે છે. તેમના નજીકના લોકો જણાવે છે કે, શાહના વિદેશ ઓછુ જવાં પાછળ બે કારણ છે- 1) કામ વગર તેઓ સમય બરબાદ નથી કરતા અને 2) શાહ માને છે કે, ભારત દુનિયા માટે જોવાની જગ્યા છે, ભારત તરફ વિશ્વ જોઈ રહ્યુ છે, છેલ્લે અમે તેમને સુંદર અને શ્રેષ્ઠ બનાવવા માટે ઉર્જા ખર્ચ કરવી જોઈએ.

જન્મદિન વિશેષ: શેર બ્રોકરથી રાજનીતિના શહેનશાહ બનવા સુધી અમિત શાહની સફર પર એક નજર