Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > PM મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેકટ પર તોળાતું સંકટ! ટ્રાયલ વખતે ફટાકડા ફોડવાની ફરજ

PM મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેકટ પર તોળાતું સંકટ! ટ્રાયલ વખતે ફટાકડા ફોડવાની ફરજ

0
148

અમદાવાદ: ગુજરાતને 31 ઓક્ટોબરે એક નવી ભેટ મળવા જઈ રહી છે. જેમાં અમદાવાદ સ્થિત સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયામાં આવેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી વચ્ચે સી-પ્લેન સેવા (Seaplane Service In Gujarat) શરૂ થવા જઈ રહી છે. ખુદ વડાપ્રધાન મોદી (PM Modi) પોતાના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની 31 ઑક્ટોબરે શરૂઆત કરવાના છે. સી-પ્લેનને લઈને ગુજરાતીઓમાં પણ અનેરો રોમાંચ જોવા મળી રહ્યો છે. જો કે આ યોજના પર બર્ડ હીટનું (Bird Hit) સંકટ તોળાઈ રહ્યું છે.

હાલ આ સી-પ્લેન (Seaplane Service In Gujarat) અમદાવાદની સાબરમતી નદીમાં પહોંચી ચૂક્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે ગુજરાત આવવાના છે. આ દરમિયાન તેઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટી થી સાબરમતી રિવરફ્રન્ટ સુધીની મુસાફરી સી-પ્લેનમાં જ કરશે. આ દેશી પ્રથમ સી-પ્લેન સર્વિસ (Seaplane Service In Gujarat) હશે.

PM મોદીના ગુજરાત પ્રવાસની વિગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતમાં જ રહેશે. આ દરમિયાન બન્ને દિવસ PM મોદીનો વ્યસ્ત કાર્યક્રમ રહેશે. 30 ઓક્ટોબરે PM મોદી જંગલ સફારી પાર્ક, ક્રૂઝ બોટ, ભારત ભવન, એકતા નર્સરી, ચિલ્ડ્રન પાર્કનું ઉદ્ઘાટન કરશે. જ્યારે 31 ઓક્ટોબરે આરોગ્ય વનનું ઉદ્ઘાટન કરશે અને નવા IAS અધિકારીઓને સંબોધિત કરશે. જે બાદ સી-પ્લેનથી (Seaplane Service In Gujarat) અમદાવાદ માટે રવાના થશે.

સી-પ્લેન પર તોળાતુ સંકટ
અમદાવાદમાં સી-પ્લેનના (Seaplane Service In Gujarat) ટેક ઑફ અને લેન્ડિંગ દરમિયાન બર્ડ હિટ (Bird Hit) થવાનું જોખમ રહે તેવી શક્યતા છે. તાજેતરમાં રિવરફ્રન્ટથી સી-પ્લેનની ટ્રાયલ રન લેવામાં આવી હતી, ત્યારે પણ બર્ડ હિટથી બચવા માટે ફટાકડા ફોડવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો: 18 જુલાઈ બાદ સૌથી ઓછા કોરોના કેસ, 24 કલાકમાં 63,842 દર્દીઓ થયા સ્વસ્થ

ઉલ્લેખનીય છે કે, રિવરફ્રન્ટથી પીરાણા સ્થિત ડમ્પિંગ સાઈટ 6 કિલોમીટરના અંતરે આવેલ છે. જેના કારણે અહીં આકાશમાં પક્ષીઓની અવરજવર વધારે રહે છે. પિરાણા ડમ્પિંગ સાઈટ પર ઉડતા પક્ષીઓની અવરજવરના કારણે અમદાવાદના એરપોર્ટ ઉપર પણ અવરજવર કરતી ફ્લાઈટોને અસર થાય છે. અમદાવાદ એરપોર્ટ ઉપર પણ બર્ડ હિટથી (Bird Hit) બચવા માટે ફ્લાઈટના લેન્ડિંગ અને ટેકઓફ સમયે સતત ફટાકડા ફોડવામાં આવે છે. આ ઉપરાંત લેઝર ગનનો પણ ઉપયોગ કરવો પડે છે, જેના પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે.

પિરાણા ડમ્પિંગ સાઈટ સિવાય સાબરમતી નદી પાણીથી બે કાંઠે છલકાતી હોવાથી પક્ષીઓ પોતાની તરસ છીપાવવા માટે ઉપર આકાશમાં વધુ હોય છે. આવા સંજોગોમાં રિવરફ્રન્ટ ઉપર પણ બર્ડ હિટ (Bird Hit) થવાની શક્યતા વધી જાય છે. જો કે સી-પ્લેનમાં (Seaplane Service In Gujarat) સ્પીડ ઓછી હોવાના કારણે તેના પર પાયલોટ ઝડપથી કાબૂ મેળવી શકે છે. આમ છતાં પણ બર્ડ હિટનું (Bird Hit) જોખમ નકારી શકાય નહીં.

જણાવી દઈએ કે, 31 ઓક્ટોબરથી 19 સીટર સી-પ્લેન દરરોજ 4 રાઉન્ડ મારશે. જેનું ભાડુ 4800 રૂપિયા પ્રતિ વ્યક્તિ રાખવામાં આવ્યું છે. સી-પ્લેન સરદાર સરોવર ડેમના 3 નંબરના લેકમાં ઉતરશે.