Gujarat Exclusive > ગુજરાત > રાજ્યના ત્રણ શહેરોમાં બર્ડ ફ્લુની એન્ટ્રી, પોલ્ટ્રી ઉદ્યોગ પર રોક

રાજ્યના ત્રણ શહેરોમાં બર્ડ ફ્લુની એન્ટ્રી, પોલ્ટ્રી ઉદ્યોગ પર રોક

0
157

ગાંધીનગર: ગુજરાતમાં બર્ડ ફ્લૂની ઓફિશિયલ એન્ટ્રી થઇ ગઇ છે. રાજ્યના ત્રણ શહેરોમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા છે. રાજ્યમાં જૂનાગઢ જિલ્લાના માણાવદર બારડોલીના મઢી બાદ વડોદરાના સાવલીમાં બર્ડ ફ્લૂનો કેસ સામે આવ્યો છે. સાવલીના વસંતપુરા ગામમાં 30 કાગડાના મોત થયા બાદ 5 સેમ્પલ ભોપાલ મોકલવામાં આવ્યા હતા જ્યા 3 કાગડાના રિપોર્ટ બર્ડ ફ્લુ પોઝિટિવ આવ્યા છે. પશુપાલન વિભાગની ટીમે મરઘા ઉછેર કેન્દ્રોને સાવચેતીના પગલા લેવા સૂચના આપી હતી.

સુરત જિલ્લામાં બર્ડફ્લુની એન્ટ્રી; શહેરમાંથી મૃત કાગડા મળી આવ્યા

ગુજરાતમાં બર્ડફલૂનો ખતરો ધીમેધીમે વધી રહ્યો છે, રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કેસ નોંધાયા બાદ તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં મઢી ગામે મૃત હાલતમાં મળેલા 4 કાગડાઓમાં બે કાગડાના સેમ્પલ ભોપાલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા હતા, જેમાં કાગડાના મોત બર્ડ ફ્લૂથી થયા હોવાની પુષ્ટિ થઈ છે,  જેને પગલે જિલ્લા પશુ ચિકિત્સાલયોને અસરગ્રસ્ત વિસ્તારની આસપાસના વિસ્તારોમાં આવેલા પોલ્ટ્રી ફાર્મના મરઘાંઓના ચેકિંગ તેમજ જરૂરી વેક્સિનેશન માટે સૂચનો કરવામાં આવ્યા છે. જિલ્લામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થતાંની સાથે જ કલેકટર ડો. ધવલ પટેલે જિલ્લામાં નવું જાહેરનામું બહાર પાડી અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલ્ટ્રી ઉદ્યોગ પર રોક લગાવી છે, તો જિલ્લાના પશુ ચિકિત્સકો દ્વારા પોલ્ટ્રી ફાર્મના મરઘાના ચેકિંગ હાથ ધર્યું છે.

બીજી તરફ સુરત શહેરના રિંગરોડ વિસ્તારમાં આવેલી ખાનગી વિજ કંપનીમાં ત્રણ કાગડા મૃત મળી આવ્યા હતાં. જેને પગલે પાલિકાનું તંત્ર દોડતું થઈ ગયું છે. કાગડના મોત બર્ડ ફ્લૂના કારણે થયા હોવાની આશંકા સેવવામાં આવી છે. તંત્ર દ્વારા સેમ્પલ રિપોર્ટ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો: ‘ઓનલાઈન માધ્યમથી શિક્ષણ યોગ્ય રીતે મેળવાતું નથી, શાળા શરૂ કરવાનો નિર્ણય યોગ્ય’

જૂનાગઢના માણાવદરમાં પણ બર્ડ ફ્લુના કેસ જોવા મળ્યા હતા. પોરબંદરના રાણાવાવ તાલુકાના વાડી વિસ્તારમાંથી દોઢ દિવસમાં 8 જેટલા મોર મૃતહાલતમાં મળી આવતા ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત 7 મોર બિમાર સ્થિતીમાં મળી આવ્યા છે. રાજ્યમાં 8 મોર ઉપરાંત 10થી વધારે કબૂતર, 100 થી વધારે મરઘા અને 10 ટીટોડીઓનાં પણ મોત થયાનું સામે આવ્યું છે.

કેન્દ્રના પશુપાલન અને ડેરી વિભાગે રવિવારે નિવેદન આપીને સાત રાજ્યોમાં બર્ડ ફ્લૂના પ્રસારની પુષ્ટિ કરી,જેમાં કેરલ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત અને ઉત્તર પ્રદેશ સામેલ છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9