Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે SITની રચના, 10 દિવસમાં સરકારને રિપોર્ટ સોપશે

બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે SITની રચના, 10 દિવસમાં સરકારને રિપોર્ટ સોપશે

0
853

ગાંધીનગર: બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે SITની રચના કરવામાં આવી છે. ગૃહમંત્રી  પ્રદીપ સિંહ જાડેજા તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ સંયુક્ત પત્રકાર પરીષદ સંબોધી હતી. આ દરમિયાન તેમણે આ જાહેરાત કરી હતી. વિદ્યાર્થી નેતાઓની માંગનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. 10 દિવસમાં SITનો રિપોર્ટ સરકારને સોપવામાં આવશે,રિપોર્ટ ના આવે ત્યા સુધી પરિણામ જાહેર નહી કરવામાં આવે. રાજ્યના અગ્રસચિવ કમલ દયાનીને SITના ચેરમેન બનાવવામાં આવ્યા છે.

4 સભ્યોની SITની ટીમની રચના

કમલ દયાની, IAS, અગ્ર સચિવ-ચેરમેન
મનોજ શશીધરન, IPS,એડીજીપી સીઆઇડી (ઇન્ટેલીજન્સ)- સભ્ય
મયંકસિંહ ચાવડા- IPS, આઇજી, ગાંધીનગર રેન્જ- સભ્ય
જવલંત ત્રિવેદી, અધિક સચિવ- સભ્ય સચિવકમલ દયાની, IAS, અગ્ર સચિવ-ચેરમેન

સમિતી ટર્મ્સ ઓફ રેફરન્સ

– આ પરીક્ષામાં ખરેખર પેપર લીક થયાની ઘટના બની છે કે કેમ? અને જો બની હોય તો ક્યા સેન્ટર પર સ્થળે કે અન્ય કોઇ જગ્યાએ બની હોય તો તેનો વિગતવાર અહેવાલ
– પરીક્ષા દરમિયાન કોપીંગ/ ગેરરીતિની કોઇ ઘટના બની છે કે કેમ? અને જરૂર પડે તો સમિતિ પરીક્ષા દરમિયાન આ સેન્ટરોના સીસીટીવી ફુટેજ તપાસી તેનો અહેવાલ સુપરત કરશે.
– સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ આ હેતુ માટે SITને અરજદારો તરફથી મળેલ લેખિત/ મૌખિક રજુઆતો પણ સાંભળવાની તક આપશે.
– SITને જરૂર લાગે ત્યા રાજ્ય સરકારના ગૃહ વિભાગ, સામાન્ય વહીવટ વિભાગની મદદ લઇ શકશે.
– જ્યા જરૂર જણાય ત્યા SIT ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીની પણ મદદ લઇ શકશે.
– આ સિવાય પરીક્ષા સબંધિત અન્ય કોઇ સૂચનો? રજૂઆતોની વિગતો પણ SIT તપાસશે.

મહત્વની બાબતો

– જ્યા સુધી SITનો રિપોર્ટ સરકારને પ્રાપ્ત ના થાય ત્યા સુધી પરીક્ષાનું પરિણામ અનામત રાખવામાં આવશે અર્થાત જાહેર કરવામાં આવશે નહી.
– SITમાં ગૌણ સેવા પસંદગી મંડળના કોઇ પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
– પરીક્ષાર્થીઓના પ્રતિનિધિઓ જેમાં યુવરાજ સિંહ જાડેજા, હાર્દિક પ્રજાપતિ, યુવરાજ સિંહ ગોહિલ, ભાવસિંહ સરવૈયા અને અન્ય આગેવાનોની બેઠક SIT સાથે આવતીકાલે કરવામાં આવશે અને તેમની રજૂઆતો અંગે SIT પુખ્ત વિચારણા કરીને તેનો અહેવાલ 10 દિવસની અંદર રાજ્ય સરકારને સુપરત કરશે.

અમારી માંગ સરકારે પુરી કરી: યુવરાજ સિંહ જાડેજા

  • અમે પરીક્ષાર્થીઓને વિશ્વાસમાં રાખીને નિર્ણય લીધો- યુવરાજ સિંહ
  • અમારી માંગ સરકારે પુરી કરી
  • તાત્કાલીક નિર્ણય નથી આવતો
  • અમારો પક્ષ રજૂ કરવા માટે પ્લેટફોર્મ જોઇતુ હતું
  • પરીક્ષા રદ કરવાની એક પ્રક્રિયા હોય છે

પ્રદીપસિંહ જાડેજાએ શું કહ્યું?

ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા જે પરીક્ષા લેવામાં આવી હતી જેમાં 6 લાખ કરતા વધુ પરીક્ષાર્થી બેઠા હતા જેમાં પરીક્ષા દરમિયાન જુદી જુદી ઘટનાઓ બની હતી.તેમણે ફોટા આપ્યા હતા.ગૌણ સેવા પસંદગી મંડળ સમક્ષ આપી હતી જેની તપાસની પ્રક્રિયા ચાલુ છે.પરંતુ ગૌણ સેવા પસંદગી મંડળના નિર્ણયના કારણે પરીક્ષાના પરિણામમાં ક્યાક એવુ ના બને સાચા લોકોને અન્યાય થાય અને ખોટા લોકો તેનો લાભ લઇ જાય.જેમણે મહેનત કરી છે 2-3 વર્ષથી એમના સંદર્ભમાં તેમના મનમાં જે ચિંતા હતી. જેને કારણે કેટલાક પરીક્ષાર્થીઓ ગઇકાલથી આંદોલન માટે ભેગા થયા હતા. ઠંડીમાં રહેવુ પડ્યુ તેમનું દુખ છે. યુવાનોને હેરાનગતી થઇ તે અયોગ્ય થઇ છે. મુખ્યમંત્રીએ સામે ચાલીને આ લોકોના ઇશ્યુનો કેવી રીતે શોર્ટ આઉટ કરી શકે તેના વિશે કલેક્ટર સહિતના લોકો સાથે તેમજ આંદોલન કરી રહેલા લોકો સાથે ચર્ચા કરી વ્યાપક પરીક્ષાર્થીઓના હિતમાં તેમની રજૂઆતો હતી તેમને સ્વીકારી હતી.10 દિવસની અંદર તમામ ચારેય આગેવાનોની તેમજ તેમની સાથે જોડાયેલા લોકોની લાગણી છે.

વિજય રૂપાણીએ પુરતા પગલા ભરવાનું કહ્યું?

મારી સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં સવા લાખથી વધુ ભરતીઓ કરી છે. આ ભરતીમાં પણ જે કોઇ ફરિયાદો છે તેને સરકાર ખુલ્લા મને સાંભળે, ફરિયાદ સાચી હશે તો પુરતા પગલા પણ લઇશું. વિવિધ વર્ગો સાથે વાતચીત ચાલી રહી છે. સરકાર તેમની લાગણીઓને ધ્યાનમાં રાખી રહી છે.

સરકારની SIT તપાસથી આંદોલનકારીઓ અસંતુષ્ટ

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે સરકાર દ્વારા SIT તપાસની માંગથી આંદોલનકારીઓ સંતુષ્ટ છે. સરકારની SIT તપાસ પર પરીક્ષાર્થીઓએ સવાલ ઉઠાવતા જણાવ્યું કે, અમારે SIT તપાસની લોલિપોપ નથી જોઈતી. યુવરાજસિંહને સરકાર દ્વારા દબાવવામાં આવ્યા છે. અમે પરીક્ષા રદ્દ કરવાની માંગ પર અડગ છીએ. જ્યાં સુધી આ પરીક્ષા રદ્દ નહીં થાય, ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. આ આંદોલનમાં કોઈ રાજનેતાએ આવવાની જરૂરત નથી. 2022ની ચૂંટણીમાં સરકારને ચોક્કસ જવાબ મળશે તેવી ચીમકી આંદોલનકારીઓએ ઉચ્ચારી છે.

LIVE: બિનસચિવાલય ક્લાર્કના આંદોલનકારીઓએ ધરણાં પર બેઠેલા હાર્દિક પટેલનો હુરિયો બોલાવ્યો