Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > બિન સચિવાલય ક્લાર્કમાં ગેરરીતિ મામલે સરકારે યોજી બેઠક, રૂપાણી સરકાર પરીક્ષાર્થીઓ સાથે ચર્ચા નહી કરે

બિન સચિવાલય ક્લાર્કમાં ગેરરીતિ મામલે સરકારે યોજી બેઠક, રૂપાણી સરકાર પરીક્ષાર્થીઓ સાથે ચર્ચા નહી કરે

0
1026

ગાંધીનગર: બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે હજારોની સંખ્યામાં પરીક્ષાર્થી ગાંધીનગરમાં આવી પહોચ્યા હતા. ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં ન્યાયની માંગ સાથે વિદ્યાર્થીઓ સવારથી ભૂખ્યા-તરસ્યા પોતાનો વિરોધ નોંધાવી રહ્યાં છે. આ દરમિયાન રૂપાણી સરકારે બપોર બાદ બીજી વખત બેઠક યોજી હતી. રૂપાણી સરકારે યોજેલી કેબિનેટ બેઠકમાં સરકારનું સ્ટેન્ડ યથાવત રહેશે. સરકારે કહ્યુ કે, ઉમેદવારો સાથે સરકાર કોઇ વાટાઘાટ નહી કરે. કોઇ અધિકારી કે મંત્રી પણ ઉમેદવાર સાથે ચર્ચા નહી કરે.

બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિના મહત્વના મુદ્દા

– પાલનપુરમાં પેપર મોકલનારની ધરપકડ કરવામાં આવી છે.
– વોટ્સએપ પર જવાબ મોકલનારની પણ ધરપકડ કરવામાં આવી છે.
– ભાવનગરમાં એક વ્યક્તિ દ્વારા આઠ વ્યક્તિઓને મોકલાયેલા પેપરની આન્સર કી ખોટી છે
– ભરતી બોર્ડને 39 ફરિયાદ મળી છે જેમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
– આગામી દિવસોમાં પોલીસ દળમાં અંદાજે 12,000 જેટલી નવી ભરતી કરવામાં આવશે.
– મોબાઇલ ફ્લેશ ચાલુ કરીને વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે વિરોધ

પરીક્ષા રદ નહી થાય ત્યા સુધી ગાંધીનગરમાં આંદોલન ચાલુ રહેશે: ઉમેદવારોનો આક્રોશ