Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > મોદી સરકારની નવી લોકસભા ‘લુટિયન્સ’ને અમદાવાદી વિમલ પટેલ તૈયાર કરશે

મોદી સરકારની નવી લોકસભા ‘લુટિયન્સ’ને અમદાવાદી વિમલ પટેલ તૈયાર કરશે

0
397

દેશના સંસદ ભવનના મેકઓવરને લઇને તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. કેન્દ્રની મોદી સરકારે તેની ડિઝાઇનનો ઠેકો અમદાવાદના એચસીપી કોન્ટ્રેક્ટરને આપ્યો છે. નવી સંસદ અને સેન્ટ્રલ વિસ્ટા બનાવવા માટે ડિઝાઇનનો કોન્ટ્રાક્ટ એચસીપી કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે. જેને 250 વર્ષ માટે તૈયાર કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે અમારા દેશના સંસદ ભવનના ઉદઘાટન 1927માં થયો હતો. સંસદ ભવનનું નિર્માણ તત્કાલીન સમયને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યુ હતું. કેન્દ્રીય સચિવાલય સહિત રાષ્ટ્રપતિ ભવનથી લઇને ઇન્ડિયા ગેટ સુધી ત્રણ કિલોમીટરના વિસ્તારને નવો લુક આપવા પર કામ થશે. વર્તમાન સંસદ ભવન જૂના સમયની જરૂરતો અનુસાર બન્યો હતો. અહી પર મંત્રીઓને બેઠવા માટે ચેમ્બર તો છે પણ સાંસદોને બેઠવા માટે કક્ષ નથી. સાંસદો સાથે ચાલનારા અંગત સ્ટાફના પણ બેસવાની યોગ્ય વ્યવસ્થા નથી.

હવે મંત્રીઓ સાથે સાંસદો માટે પણ રૂમની વ્યવસ્થા હશે, જેથી તે સંસદ ભવનમાં બેસીને જ જરૂરી સરકારી કામ કરી શકે. નવો સંસદ ભવન પુરી રીતે ભૂકંપ વિરોધી હશે.

હવે શું થશે- સીપીડબલ્યૂડીએ મેસેર્સ એચસીપી ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને કંસલ્ટસીનો ઠેકો આપ્યો છે. સંસદ ભવન, કોમન સેન્ટ્રલ સેક્રેટેરિએટ અને સેન્ટ્રલ વિસ્ટાના વિકાસ/ પુન વિકાસને પુરો કરવા માટે સમય નિર્ધારીત કરવામાં આવ્યો છે, જ્યારે કેન્દ્રીય વિસ્ટા પરિયોજનાને પુરૂ કરવા માટે સીપીડબલ્યૂડીને આપવામાં સમય-સીમા નવેમ્બર,2021 છે. માર્ચ 2022 સુધી સંસદ ભવન અને માર્ચ 2024 સુધી કેન્દ્રીય સચિવાલય પર કામ પુરૂ થવાનું છે.

સરકારની પ્રથમ પ્રી બિડ બેઠકમાં 24 કંપનીઓએ ભાગ લીધો હતો, જેમાંથી પહેલા 6ને ફાઇનલ કરવામાં આવ્યા છે. ફાઇનલ બિડરનું સિલેક્શન એક જાણીતી જ્યુરી દ્વારા કરવામાં આવ્યુ. પ્રથમ પ્રી બિડ મીટિંગમાં સિલેક્ટ કરવામાં આવેલા 6 સિલેક્ટેડ બિડરે એક ડિટેલ્ડ પ્રેઝન્ટેશન જ્યુરી સામે મુક્યુ છે.

તે બાદ અંતિમ પસંદગી કરવામાં આવી હતી. આ પ્રક્રિયાથી 18 ઓક્ટોબરે ફાઇનલ બિડરની ચૂંટણી કરવામાં આવી હતી. આગામી તબક્કામાં પસંદ કરવામાં આવેલા બિડર અને મંત્રાલય પબ્લિક કંસલ્ટેશન કરશે. આ કંસલ્ટેશનમાં તમામ સ્ટેક હોલ્ડર પણ શામેલ હશે.

સરકારનો પડકાર છે કે નવેમ્બર 2021 સુધી સેન્ટ્રલ વિસ્ટાનું નિર્માણ પૂર્ણ થઇ જશે અને ઓગસ્ટ 2022 સુધી નવી સંસદનું નિર્માણ પુરૂ થશે. સંસદ ભવન અને સેન્ટ્રલ વિસ્ટાની કુલ કંસલ્ટિંગ કોસ્ટ 229 કરોડ રૂપિયા હશે.

કેન્દ્ર સરકાર તમામ મંત્રાલય એક જેવી ડિઝાઇનની હશે તેની વ્યવસ્થા કરવાને લઇને મોટુ પગલુ ભરવા જઇ રહી છે.

મોદી સરકાર મુગલો અને અંગ્રેજોને બનાવવામાં આવી લુટિયન્સ જોનની કાયાકલ્પ કરવા જઇ રહી છે. સુત્રો અનુસાર જૂના ભવન પણ રહેશે પરંતુ તેનો ઉપયોગ કેવો હશે, તેની પર ચર્ચા ચાલી રહી છે.

અલ્પેશ ઠાકોર પલટનની હારથી ભાજપને જ મોટો ફાયદો