Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > બિલ ગેટ્સ અને મેલિંડા અલગ થયા, લગ્નના 27 વર્ષ બાદ ડિવોર્સની જાહેરાત કરી

બિલ ગેટ્સ અને મેલિંડા અલગ થયા, લગ્નના 27 વર્ષ બાદ ડિવોર્સની જાહેરાત કરી

0
59

સાન ફ્રાન્સિકો: માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ અને મેલિંડા ગેટ્સે પોતાના લગ્નના 27 વર્ષ બાદ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. બન્નેએ એક નિવેદનમાં જણાવ્યું કે, અમને નથી લાગતું કે, હવે અમે એકબીજા સાથે એક કપલ તરીકે આગળ વધી શકીએ છીએ. Bill Gates Divorce

તેમણે ટ્વીટર પર પોતાના ડિવોર્સની જાણકારી આપતા લખ્યું છે કે, ખૂબ જ સમજી-વિચારીને અમારા લગ્નજીવનનો અંત આણવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા 27 વર્ષોથી અમે ત્રણ બાળકોના ઉછેર કર્યો અને એક શ્રેષ્ઠ સંસ્થા બનાવી, જે સમગ્ર વિશ્વભરના લોકોને સ્વસ્થ અને ઉત્તમ જીવન જીવવામાં મદદ કરે છે. ભવિષ્યમાં પણ આ ફાઉન્ડેશનમાં અમે કામ કરતા રહીશું. જો કે અમને લાગે છે કે, એક કપલ તરીકે અમે અમારા જીવનમાં આગળ નહી વધી શકીએ.

1980ના દાયકામાં બિલ અને મેલિંડાની મુલાકાત થઈ હતી, જ્યારે મેલિંડાએ ટેક કંપની માઈક્રોસૉફ્ટ જોઈન કરી હતી. ત્રણ બાળકોના માતા-પિતા મેલિંડા અને બિલ એક જાણીતી સમાજસેવી સંસ્થા બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન ચલાવે છે. આ સંસ્થાએ વિશ્વભરમાં સંક્રમણથી થનારી બીમારીઓ અને બાળકોના વૅક્સિનેશન પર અબજો રૂપિયા ખર્ચ કર્યાં છે.

આ પણ વાંચો:  પશ્ચિમ બંગાળ: ઘરના નામે ઝૂંપડી અને મજૂર પતિ, ચર્ચામાં છે BJP MLA ચંદના બાઉરીની જીત Bill Gates Divorce

“ગિવિંગ પ્લેઝ”ની શરૂઆત કરવા પાછળ બિલ-મેલિંડા ગેટ્સ અને અબજોપતિ વૉરેન બફેટનો સૌથી મોટો હાથ માનવામાં આવે છે. “ગિવિંગ પ્લેજ”નો અર્થ થાય છે, કોઈ અબજપતિ દ્વારા એવી જાહેરાત કરવી કે, તે પોતાની સંપત્તિનો મોટો હિસ્સો સામાજીક સેવાના કાર્યો માટે દાન આપશે.

ફોર્બ્સ મેગેઝીન મુજબ, 124 બિલિયન ડૉલર સાથે બિલ ગેટ્સ વિશ્વના ચોથા નંબરના સૌથી અમીર શખ્સ છે. 1970ના દાયકામાં બિલ ગેટ્સે જાણીતી કોમ્પ્યુટર સૉફ્ટવેર કંપની માઈક્રોસૉફ્ટની સ્થાપના કરી હતી. આ કંપનીએ બિલ ગેટ્સને ખૂબ જ પ્રસિદ્ધિ અને પૈસા કમાવી આવ્યા છે. Bill Gates Divorce

જણાવી દઈએ કે, ગત વર્ષે બિલ ગેટ્સે પોતાના સમાજ સેવાના કાર્યો માટે કિંમતી સમય ફાળવવા માટે માઈક્રોસૉફ્ટના બોર્ડથી રાજીનામું આપી દીધુ હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat