Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > બીલીમોરા: બેકાબૂ બનીને બાઈક વૃક્ષ સાથે અથડાઈ, 3ના મોત

બીલીમોરા: બેકાબૂ બનીને બાઈક વૃક્ષ સાથે અથડાઈ, 3ના મોત

0
701

બીલીમોરા ડુંગરી કોસ્ટલ હાઇવે ઉપર વળાંક લેતી વખતે ટ્રીપલ સવારી બાઇકે કાબૂ ગુમાવી દેતા બાઈક પર સવાર 3 યુવકોના ઘટના સ્થળ પર જ મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે,બીલીમોરા ડુંગરી કોસ્ટલ હાઇવે ઉપર વલસાડ તરફથી બીલીમોરા તરફ આવતા માલવણ ગામની સીમમાં આહીરવાસ ફળિયા પાસે બાઈક સવાર ત્રણેય મિત્રો વૃક્ષ સાથે ધડાકાભેર ટકરાયા હતા. જેમાં ઘટનાસ્થળ પર જ બે યુવાનોના મોત થયા હતા, જયારે એક યુવકને સારવાર માટે પ્રથમ બીલીમોરા અને ત્યાર બાદ ચીખલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન તેનું પણ મોત થતા ઘટનામાં ત્રણેય યુવકોએ જીવ ગુમાવ્યો હતો

આ અકસ્માતમાં મૃતકોની ઓળખ બીલીમોરામાં ઋત્વિક પટેલ (ઉ.વ.19, રહે. લક્ષ્મી નગર, બીલીમોરા), જીજ્ઞેશ મારુ (ઉ.વ.22, ચીકલવાડી, બીલીમોરા) અને દેવ પટેલ (ઉ.વ.19, ભાઠા, ઘોડા ફળીયા) પોતાના પરિવાર સાથે રહેતા હતા. 3 યુવકો પૈકી દેવ પટેલને વલસાડ ખાતે કંઈક કામ હોવાને લીધે આ ત્રણેય મિત્રો દેવની પલ્સર બાઈક 220 (GJ-21-BA-7768) પર ત્રણ સવારી વલસાડ ગયા હતા અને કામ પતાવી પરત ફરી રહ્યા હતા. દેવ બાઈક ચલાવી રહ્યો હતો અને ઋત્વિક અને જીજ્ઞેશ તેની પાછળ બેઠા હતા.

આ દરમિયાન તેઓની બાઈક ડુંગરી પોલીસ સ્ટેશનની હદમાં માલવણ ગામની સીમમાંથી પસાર થઈ આહીરવાસના વળાંક પાસે પહોંચી હતી, ત્યાં જ દેવે બાઈક પરનો કાબુ ગુમાવતા બાઈક રસ્તાની સાઈડ પાસે આવેલ વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. જેમાં મોટરસાયકલનો ખુરદો બોલી ગયો હતો.

આ અકસ્માતની જાણ થતાં લોકોનું ટોળું હોસ્પિટલ પોહચી ગયું હતું. 3 યુવકોના મોતને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ડુંગરી પોલીસે આ ત્રણેય યુવાનોની લાશનો કબ્જો મેળવી તેમને પોસ્ટ મોર્ટમ કરાવવા માટે ડુંગરી ખાતે લઈ જવામાં આવ્યા હતા.

તો શું TMC, NCP અને CPIના રાષ્ટ્રીય પાર્ટીના દરજ્જાનો અંત આવશે?