Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > એલિસબ્રિજ MLAનો ડ્રાઈવર લૂંટારૂની ઝપટે ચડ્યો, ફોનની લૂંટ ચલાવી આરોપી ફરાર

એલિસબ્રિજ MLAનો ડ્રાઈવર લૂંટારૂની ઝપટે ચડ્યો, ફોનની લૂંટ ચલાવી આરોપી ફરાર

0
193
  • ધારાસભ્ય રાકેશ શાહના ડ્રાઈવરના હાથમાંથી મોબાઈલ લઈને ગઠીયાઓ ફરાર

અમદાવાદ: શહેરમાં લોકડાઉન (Ahmedabad Lockdown) બાદ ચોરી, ચિલઝડપ, ઠગાઈ અને લૂંટની ઘટનાઓ સતત વધતી રહી છે. ચિલઝડપની એક ઘટનામાં એલિસબ્રિજ ધારાસભ્ય (Ellis Bridge MLA) રાકેશ શાહનો (Rakesh Shah) ડ્રાઈવર લૂંટારૂની ઝપટે ચડયો હતો. જમાલપુર સ્મશાનગૃહ પાસેથી આરોપીઓ ધારાસભ્યના ડ્રાઈવરનો ફોન આંચકી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ગાયકવાડ હવેલી પોલીસે (Gaikwad Haveli Police) ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારના ધારાસભ્ય (Ellis Bridge MLA) રાકેશ શાહના (Rakesh Shah) ડ્રાઈવર તરીકે છ વર્ષથી ફરજ બજાવતા અશોક મંગાજી ઠાકોર (ઉં,32) મારવાડી લુહારની ચાલી, રામદેવપીરના મંદિર પાસે, જમાલપુર ચાર રસ્તા પાસે રહે છે.

અશોક શુક્રવારે રાત્રે 9 વાગ્યે પોતાની નોકરી પુરી કરી પગપાળા ઘરે પરત ફરતો હતો. તે NIDથી સરદારબ્રિજ થઈ જમાલપુર સ્મશાનગૃહ તરફ આવ્યો હતો. રસ્તામાં ચાલતા ચાલતા અશોક તેના મોબાઈલ ફોનથી મિત્રને મેસેજ કરી રહ્યો હતો. તે દરમિયાન બે યુવકો જમાલપુર ચાર રસ્તા તરફથી બાઈક લઈ અશોક તરફ આવતા તે ગભરાયો હતો. બાઈક લઈ નજીક આવેલા ચાલક યુવકે અશોકના હાથમાંથી ફોન આંચકી તેની પાછળ બેઠેલા શખ્સને આપ્યો હતો.

આ પણ વાંચો: ‘હાલની ઔદ્યોગિક નીતિ પ્રજાલક્ષી છે, MSME ક્ષેત્રને બહોળો લાભ મળશે’

ફોન આંચકી બાઈક પુરઝડપે ભગાવી આરોપીઓ ફરાર થઈ જતા અશોકે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. બનાવને પગલે ગાયકવાડ હવેલી પોલીસે અશોક ઠાકોરની ફરિયાદ આધારે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ રૂ.30 હજારના ફોનની ચિલઝડપ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં અશોક ઠાકોરે જણાવ્યું કે, રિલાયન્સ મોલમાંથી પોતે ફોન ઇન્સ્ટોલમેન્ટ પર 7 માસ અગાઉ મિત્રના નામ પર લીધો હતો. ફોનની લૂંટ ચલાવનાર આરોપીઓના બાઈકનો નંબર રાત્રીના અંધકારમાં જોઈ શકાયો ન હતો. (પ્રતિકાત્મક ફોટો)

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9