Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > બીજાપુર નક્સલી હુમલો: શું ફરીથી જૂની ભૂલોનું પુનરાવર્તન કરવામાં આવ્યું?

બીજાપુર નક્સલી હુમલો: શું ફરીથી જૂની ભૂલોનું પુનરાવર્તન કરવામાં આવ્યું?

0
67

મીડિયા રિપોર્ટ્સ કહે છે કે, છત્તીસગઢમાં નક્સલવાદ સાથે લડતા સુરક્ષાદળોને મોટું નુકશાન થયું છે. બીજાપુર અને સુકમા જિલ્લા વચ્ચે જંગલમાં ઓછામાં ઓછા 22 સુરક્ષા કર્મચારી શહીદ થઈ ગયા છે.

સરકારી પ્રેસ રિલીઝ કહે છે કે, શહીદ થનારાઓમાં-

-ડીઆરજીના (જિલ્લા રિઝર્વ ગાર્ડ, છત્તીસગ પોલીસ) આઠ
-એસટીએફના (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ, છત્તીસગ પોલીસ) છ
-કોબ્રા (સીઆરપીએફ) ના સાત,
-કથિત બસ્તારિયા બટાલિયન (સીઆરપીએફ)નો એક કર્મચારી સામેલ હતો.
-આ સિવાય 31 સૈનિકો ઘાયલ થયા છે, અને એક ગુમ છે. મીડિયામાં આ હિંસક કાર્યવાહીની અડધી-અપૂર્ણ વિગતો ઉપલબ્ધ છે. સાર્વજનિક ડોમેનમાં જે જાણકારીઓ ઉપલબ્ધ તેનાથી ખબર પડે છે કે:

– સુરક્ષાદળોની ખુબ જ મોટી ટીમ (એક રિપોર્ટ અનુસાર, 2000થી વધારે જવાન) જંગલોમાં ઘૂસી રહી હતી.
– નક્સલવાદીઓએ ઘાત લગાવીને તેમના પર હુમલો કર્યો.
– નક્સલવાદીઓએ તેમની પસંદનો સ્થળ અને સમય પર સૈનિકો પર ઘાત લગાવીને હુમલો કર્યો. જેથી જવાનો પાસે બચવાનો ખુબ જ ઓછી તક હતી- તે છતાં તેમને અંતિમ શ્વાસ સુધી સંઘર્ષ કર્યો.

છત્તીસગઢમાં શું ખોટું થયું?

વર્તમાન જાણકારીના આધારે તેટલું તો કહી શકાય તેમ છે કે, આ અભિયાનની યોજના બનાવવામાં ઘાતક પ્રોફેસનલોએ ભૂલો કરી. સૌથી પહેલા જ્યારે જંગલમાં આટલી મોટી સંખ્યામાં જવાન ઘૂસી રહ્યાં હોય તો સાધનો વગેરેની અવર-જવરની મોટા પ્રમાણમાં તૈયારી કરવી પડે છે કે તેથી આ અભિયાન ગુપ્ત રહી શકે નહીં. જંગોલ વિશે લોકોને લાગે છે કે, તેઓ ખુબ જ નિર્જન હોય છે, પરંતુ એવું હોતું નથી.

પહેલા પણ એવું થઈ ચૂક્યું છે કે, જંગલોમાં સુરક્ષાદળોની હાજરી અથવા તેમની ગતિવિધીઓ નક્સલીઓના સ્થાનિક બાતમીદારોને મળી ગઈ છે.

બીજી તરફ એવું લગભગ ક્યારેય થયું નથી કે, સ્થાનિક લોકો નક્સલવાદીઓની હાજરી અથવા તેમની ગતિવિધીઓ વિશે જાણકારી આપવા સામેથી આવ્યા હોય.

જેમ કે છત્તીસગઢનો વૈભવ સમાચાર પત્રે અને દૈનિક ભાસ્કર જેવા મીડિયા હાઉસે લખ્યું છે કે, આ અભિયાનને લઈને ત્રણ સપ્તાહ પહેલા દિલ્હીના ત્રણ સીનિયર અધિકારી ત્યાં હાજર હતા. તે સ્વભાવિક છે કે, તેમને આ ખરાબ યોજના માટે જવાબદાર ઠેરવવામાં આવે.

એક સાથે આટલા બધા લોકોને જંગલમાં ઘૂસવા દેવા એક મોટી ભૂલ છે. આનો તે અર્થ પણ છે કે, આ તથાકથિત અભિયાનની ભવ્ય યોજના તો બનાવવામાં આવી પરંતુ જંગલમાં લડાઈ કેટલી જટિલ હોઈ શકે છે, તેની કોઈ નીતિગત તૈયારી કરવામાં આવી નહીં.

ઈન્ટેલિજન્સની ભૂલ કે ઈન્ટેલિજન્સની ઉણપ?

બીજું, જો સુરક્ષાદળો માટે આ આશ્ચર્યની વાત હતી, તો તેનાથી તે સાબિત થાય છે કે, નેતૃત્વ/અથવા યોજના બનાવનારાઓ પાસે નક્સલવાદીઓના નામ, તેમની સંખ્યા અને હથિયારોની કોઈ જ જાણકારી નહતી. તેવામાં નક્સલવાદીઓની પ્લાનિંગ વિશેની તો વાત જ છોડી દો.

આનો અર્થ તે પણ છે કે, આ માત્ર ઈન્ટેલિજન્સની ચૂક નથી, પરંતુ તેવું કહેવું જોઈએ કે, કોઈ નક્કર જાણકારી વગર ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો, જે અસલમાં અપરાધ છે, કેમ કે તેના કારણે અમૂલ્યા જીવન દાવ પર લાગી ગયા.

તેમને પોતાની નિષ્ફળતાને છૂપાવવા માટે વારં-વાર કોશિશ કરી છે. તેઓ સરકારને મૂર્ખ બનાવવા માટે આ સમસ્યાનું તાત્કાલિક તકનીકી સમાધાન સૂચવે છે. જ્યારે આ સામાજિક-આર્થિક-રાજકીય અને સૈન્ય સ્તરની સંયુક્ત સમસ્યા છે.

જેમ કે છત્તીસગઢ વૈભવનો ઈશારો આપ્યો છે કે, તે લોકો યૂએવી (અનમૈન્ડ એરિયર વ્હિકલ)/નાના ડ્રોન્સ પર ખુબ જ વધારે નિર્ભર હોવાની કોશિશ કરી રહ્યાં છે. યૂએવીને અફઘાનિસ્તાનમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કેમ કે, ત્યાં જંગલ નથી. જંગલોમાં ઓપ્ટિકલ કેમેરો તે બતાવી શકતો નથી કે, ગીચ જંગલોમાં વૃક્ષો નીચે શું થઈ રહ્યું છે.

પોલીસ લીડરશિપનો જીવલેણ અહંકાર

આ મૂર્ખતા ત્યારથી કાયમ છે, જ્યારે 2010માં એક જ હુમલામાં 76 જવાન શહીદ થયા હતા.

આનું કારણ તે છે કે, સત્તાધારીઓના નજીકના અનેક અધિકારીઓ માટે આવ તથાકથિત અભિયાન તેમના અહંકાર પ્રદર્શનનું કારણ બને છે. તેઓ પોતાના જેવા અહંકારી નેતાઓને તે બતાવવા ઈચ્છે છે કે, તેમના પાસે નક્સલીઓ અને નક્સલવાદને ખત્મ કરવાની જાદૂઈ છડી છે. આવી જાદૂઈ છડીની કોશિશ હંમેશાથી કરવામાં આવી છે. વર્ષોથી આવા દિવાસ્વપ્ન બતાવવામાં આવી રહ્યાં છે.

જેવી રીતે ફિલ્મોમાં દર્શાવવામાં આવે છે. તમે તમિલ ફિલ્મ પેરામનઈ (2009) અને હિન્દી ડબિંગ ‘કસમ હિન્દુસ્તાન કી’ ફિલ્મને યોદ કરો. પોલીસ લીડરશિપમાં એવા અહંકારી ભરેલા પડ્યા છે, જે નાના પોલીસ દળનું મોટું કારનામા જેવી કાલ્પનિક સ્ટોરીઓનો સોદો કરે છે. સ્વપ્ના બતાવવામાં આવે છે કે, કેવી રીતે સુપર કમાન્ડો જંગલમાં જાય છે અને નક્સલીઓને ખાત્મ કરી દે છે.

નક્સલીઓને મૂળમાંથી ખત્મ કરવાની અનેક યોજનાઓથી રાજકીય નેતૃત્વને લલચાવવામાં આવ્યું છે. જેમ કે એરિયલ બોમ્બિંગ અથવા સ્ટ્રેફિંગ, જંગલમાં આગ લગાવવી, દરેક આદિવાસી મકાનમાં વાયરલેસ ‘બગ્સ’, ઘાટચિરોલી મોડેલ અથવા આંધ્ર મોડેલનો ઉપયોગ, સહકારી કામગીરી, વિવિધ સુરક્ષા દળો વચ્ચે વધુ સારી રીતે સંકલન અને જોડાણ, સર્વિલાંસ વગેરે. પરંતુ પરિણામો બહુ સારા રહ્યાં નથી.

કોઈ SOP નહીં, કોઈ તપાસ પણ નહીં

આવા વિનાશ પછી કોઈપણ સરકાર હેઠળ આંતરિક અથવા બાહ્ય તપાસ માત્ર ઔપચારિક હોય છે, અને વિપક્ષને તેવું કહીને ચૂપ કરાવી દે છે કે તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

આવા કેસોમાં ‘પીછો છોડાવવા માટે’ કરવામાં આવેલી તપાસના પરિણામ ક્યારેય નીચલા સ્તરના અધિકારીઓને મળી શકતા નથી.

આવી મોટી ઘટનાઓની તપાસ રિપોર્ટ ગુપ્ત રાખવામાં આવે છે કેમ કે, તેનો હેતુ કૃપાપાત્રોને બચાવવાનો હોય છે, જેથી સજા માટે બલિના બકરાઓ મળી જાય.

દૈનિક ભાસ્કરે આવી ઘટના સાથે જોડાયેલા એક ખાસ અધિકારીનું નામ લીધું છે, તેનું કહેવું છે કે, તે અધિકારીને પહેલા પણ આવી ચૂકી કરી છે. પરંતુ તે છતાં પણ તેને પદોન્નત અને પુરસ્કૃત કરવામાં આવ્યો અને મોટી જવાબદારીઓ પણ સોંપવામાં આવી.

ભૂલોથી કોઈ જ શિખામણ લેવામાં આવી નહીં

પરિણામ તે છે કે, ના ભૂલોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, ના તેનાથી શિખામણ લેવામાં આવી છે.

અનુશાસનના નામ પર નીચલા અને મધ્યમ સ્તરના અધિકારીઓને વરિષ્ઠ અધિકારીઓની અવિવેકપૂર્ણ યોજનાઓને માનવા માટે મજબૂર થવું પડે છે. જ્યારે કોઈપણ તેમની ભવ્ય પરંતુ ખોખલી યોજનાઓ પર પ્રોફેશનલ કારણોસર પ્રશ્ન ઉભા કરે છે તો તેને જાહેરમાં કાયર કહીને અપમાનિક કરવામાં આવે છે અને પછી સજાનો ભાગીદારી બનાવવામાં આવે છે.

આપણે આ વખતે તેવું મોટાઈ મારી શકીશું નહીં કે આ અથડામણમાં નક્સલી પણ માર્યા ગયા છે. આને પ્રોફેશનલ કહી શકાય નહીં. અત્યાર સુધી માર્યા ગયેલા નક્સલીઓના મૃતદેહ મળ્યા નથી. માત્ર એક મહિલા નક્સલીનું મૃતદેહ મળ્યો છે. પોલીસ લીડરશીપ હંમેશાથી નક્સલીઓના માર્યા જવાના સંબંધમાં જૂઠ બોલતું આવ્યું છે. તે પોતાના બચાવમાં તેવી સફાઈ આપે છે કે, નક્સલી પોતાના સાથીઓના મૃતદેહને ઉઠાવીને લઈ જાય છે અથવા ગામવાળાઓને તેવું કરવા માટે મજબૂર કરવામાં આવે છે.

સાચી વાત તો તે છે કે, કોઈપણ લડાઈમાં બંને પક્ષોના લોકોને ઈજા થાય છે. કેટલીક મોતોને રોકી શકાતી નથી, પરંતુ કેટલીક મોતોને રોકવી સંભવ હોય છે. આપણે તે તરફ ધ્યાન આપવું જોઈએ કે, જે મોતોને રોકી શકાય છે. પરંતું તે પણ સંભવ નથી કારણ કે સુરક્ષાદળો પોતાની ભૂલોમાંથી શિખામણ લેતા નથી.

એક યોગ્ય દ્રષ્ટિકોણની જરૂરત

જો 1967થી દસ હજારથી પણ ઓછા લોકોનો જૂથ, તે પણ મામૂલી હથિયારોથી લેસ, લાખો સૈનિકો પર ભારે પડી રહ્યાં છે તો આનો અર્થ તે છે કે તેમની શક્તિ તેમના ચતુર નેતાઓના કારણે નથી.

આનાથી તે પ્રદર્શિત હોય છે કે, સરકારો તે આંતરિક પડકારોને પહોંચીવળવા કોઈ મોટી ભૂલો કરે છે. તે ઉપરાંત અમારા ઈન્ટેલિજન્સ એટલું ખરાબ છે કે 54 વર્ષોમાં પણ આપણે નક્સલવાદી તે રસ્તાઓને બંધ કરી શક્યા નથી, જ્યાંથી તેઓ પૈસા અને હથિયારો મેળવે છે અને અન્ય લોકોને પોતાના સાથે જોડી લે છે.

આનાથી પણ મહત્વપૂર્ણ તે પણ છે કે, સરકારે પોતાના અભિમાન છોડી દેવો જોઈએ અને આ સમસ્યાઓના મૂળ પાસાઓ પર ધ્યાન આપવું જોઈએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat