Gujarat Exclusive > રાજનીતિ > જેમને વોટ આપવો હોય તે આપે, ન આપવો હોય તે ન આપે: નીતીશ કુમાર

જેમને વોટ આપવો હોય તે આપે, ન આપવો હોય તે ન આપે: નીતીશ કુમાર

0
119

બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તમામ પાર્ટીઓ દ્વારા એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી નીતીશ કુમારે સભાને સંબોધિત લાલૂ પ્રસાદને આડે હાથ લીધા હતા. મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે મંચ પર લાલૂ યાદવની પુત્રવધૂ ઐશ્વર્યા રાય પણ હાજર રહી, જે પોતાની પિતા માટે ચૂંટની પ્રચારમાં જોડાઇ છે.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે બુધવારના રોજ સભા યોજી હતી. જેમાં તેઓએ લાલુ પ્રસાદ યાદ પર નિશાન સાધ્યું હતું. નીતીશ કુમારે જનસભાને સંબોધિત કરતાં ચંદ્રિકા રાયના સમર્થનમાં વોટ માંગ્યા હતા. નીતીશ કુમારે કહ્યું કે જેમને વોટ આપવો હોય તે આપે, ન આપવો હોય તે ન આપે. પરંતુ હંગામો કરશો નહી.

આ પણ વાંચો: મહારાષ્ટ્રઃ Eknath Khadseનો બળાપો; ફડણવીસને કારણે ભાજપને છોડ્યો

જોકે મુખ્યમંત્રી નીતીશ કુમારની સભામાં લાલૂ યાદવ જિંદાબાદના નારા લાગ્યા. નીતીશ કુમારના મંચ પર પહોંચતા જ દર્શક દીધામાં લાલૂ યાદવના સમર્થનમાં નારા લગાવવા લાગ્યા.

સીએમએ આ દરમિયાન કહ્યું કે ચંદ્રીકા રાય મારા મિત્ર છે. ભીડ પર હંગામો કરવા માટે ગુસ્સે થઇને કહ્યું કે અમને ખબર નથી કે તમે શું કહી રહ્યા છો. તમે બધા આ હોબાળો કરશો નહી. જેના માટે આવ્યા હોય અહીં તેના વોટ પણ બરબાદ કરશો. તેમણે કહ્યું કે ચંદ્રીકા રાય વિશે શું બોલી રહ્યા છો. તેમની સાથે જે દુવ્યવહાર થયો છે તે યોગ્ય નથી.

નીતીશ કુમારે કહ્યું કે તે એટલી ભણેલી ગણેલી મહિલા છે. શું વ્યવહાર કર્યો તેમની સાથે. લગ્નમાં તો અમેલોકો પણ ગયા હતા. પરંતુ તેમછતાં જે દ્વશ્ય આવ્યૌં કેટલું ખરાબ લાગ્યું અમને લોકોને. આ ન થવું જોઇએ. તેમણે કહ્યું કે મહિલાઓની સાથે આ પ્રકારનો વ્યવહાર કરવો. આમ તો લોકો થોડા દિવસો માટે દેખાશે નહી પરંતુ ભવિષ્યમાં ખબર પડશે.