Bihar Politics: બિહારમાં વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election) ગત વર્ષના આખરી સમયગાળામાં સંપન્ન થઈ અને નીતિશ કુમારની (Nitish Kumar) આગેવાનીમાં NDA સરકાર બનાવવામાં સફળ રહી. જો કે તેજસ્વી યાદવની આગેવાનીમાં ચૂંટણી જંગમાં ઉતરેલી વિપક્ષી ગઠબંધને પણ કાંટાની ટક્કર આપી હતી. જો કે ચૂંટણીના પરિણામો બાદ રાજકારણ ગરમાયુ છે અને આરોપ-પ્રત્યારોપ અને ચૂંટણીમાં ગરબડનો આરોપ લગાવાઈ રહ્યો છે.
આ ચૂંટણીમાં (Bihar Assembly Election) જે સૌથી ચોંકાવનારી વાત એ રહી કે, નીતિશકુમારી પાર્ટી જનતાદળ યુનાઈટેડ (JDU)નું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. જ્યારે ભાજપે (Bihar BJP) શાનદાર પ્રદર્શન કરતા પ્રથમ વખત બિહારમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે.
राजनीति में गठबंधन धर्म को निभाना अगर सीखना है तो @NitishKumar जी से सीखा जा सकता है,गठबंधन में शामिल दल के आंतरिक विरोध और साज़िशों के बावजूद भी उनका सहयोग करना नीतीश जी को राजनैतिक तौर पर और महान बनाता है।
नीतीश कुमार के जज़्बे को सलाम.— Jitan Ram Manjhi (@JitanramMajhi) January 10, 2021
એવામાં ભાજપની રાજકીય રણનીતિમાં JDUના નિરાશાજનક પ્રદર્શન બાદ NDAમાં આંતરિક ડખ્ખા શરૂ થઈ ગયા છે. JDUની પ્રદેશ કાર્યકારિણીની બેઠકમાં પાર્ટીના અનેક નેતાઓએ પોતાના ઉમેદવારોની હાર પાછળ ભાજપને (Bihar BJP) જવાબદાર ઠેરવ્યું હતું. હવે NDAના વધુ એક સહયોગી હિન્દુસ્તાની અવામ મોર્ચા (HAM) દ્વારા પણ ભાજપ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો: સિડની ટેસ્ટ: ભારતીય ખેલાડીઓ પર રંગભેદી ટિપ્પણી મામલે ICC સખ્ત, ક્રિકેટ ઑસ્ટ્રેલિયા પાસે માંગ્યો રિપોર્ટ
HAMના ચીફ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ (Jitan Ram Manjhi) ભાજપ પર નિશાન સાધતા તેણે ષડયંત્ર રચનારી પાર્ટી ગણાવી છે. ભાજપનું (Bihar BJP) નામ લીધા વિના માંઝીએ કહ્યું કે, નીતિશ કુમાર સાથે ચૂંટણીમાં કાવતરૂ ઘડવામાં આવ્યું હતું. જો કે તેમણે કહ્યું કે, નીતિશકુમારની આગેવાનીમાં સરકાર 5 વર્ષ પૂરા કરશે.
જે બાદ અન્ય એક ટ્વીટમાં જીતનરામ માંઝીએ (Jitan Ram Manjhi) નેતા વિપક્ષ તેજસ્વી યાદવને બિહારનું ભવિષ્ય ગણાવ્યું છે. માંઝીએ લખ્યું કે, તેજસ્વી યાદવ તમે બિહારનું ભવિષ્ય છો. જો કે તમારે બેફામ નિવેદનોથી બચનું જોઈએ. યોગ્ય સમયે બધુ ઠીક થઈ જશે, તમે માત્ર પોઝિટિવ રાજનીતિ કરતા રહો.
.@yadavtejashwi जी आप बिहार के भविष्य हैं आपको अनर्गल बयान से बचना चाहिए।
जब आप अपने दल के राजनैतिक कार्यक्रम खरवास के बाद आरंभ कर रहें हैं तो मंत्रिपरिषद का विस्तार पर इतना क्यों उतावले हो रहें हैं?
सही वक्त पर सबकुछ हो जाएगा बस आप पॉज़िटिव राजनिति किजिए।— Jitan Ram Manjhi (@jitanrmanjhi) January 10, 2021
માંઝીએ (Jitan Ram Manjhi) ટ્વીટ કરીને નીતિશકુમારના ભરપુર વખાણ કર્યા અને કહ્યું કે, તેમને ગઠબંધન ધર્મ સારી રીતે નિભાવતા આવડે છે. તેમણે કહ્યું કે, NDA ગઠબંધનમાં સામેલ પાર્ટીના આંતરિક વિરોધ અને ષડયંત્ર છતાં પણ તેમનો સહયોગ કરવો નીતિશકુમારની મહાનતા છે.
માંઝીએ જણાવ્યું કે, જો રાજનીતિમાં ગઠબંધન ધર્મ શીખવો હોય, તો નીતિશકુમાર પાસેથી શીખી શકાય છે. તેમણે આગળ લખ્યું કે, નીતિશકુમારને સલામ. રાજકીય વિષ્લેશકોનું માનવું છે કે, બિહાર NDAમાં આંતરિક ડખ્ખા વચ્ચે મંત્રી મંડળમાં વધુ એક સ્થાન સાથે MLC સીટને લઈને પણ માંઝી દબાણ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.