બિહારના સારણમાં મોબ લિંચિંગની ઘટના સામે આવી છે. સારણ જિલ્લાના બનિયાપુર વિસ્તારમાં બેકાબૂ ભીડે શુક્રવારે ત્રણ લોકોને ઢોર ચોરીના આરોપમાં બરહેમીથી ફટકારીને મોતની ઘાટ ઉતાર્યા હતા. આ અંગેની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને તપાસ હાથ ધરી છે. જણાવી દઈએ કે, ગુરૂવારે મધ્ય પ્રદેશના નીમચમાં પણ બેકાબૂ ભીડે બકરા ચોરીના આરોપ ત્રણ લોકોને નિર્દયતા પૂર્વક ફટકાર્યા હતા. જે કેસમાં પોલીસે 5 લોકોની ધરપકડ કરી હતી.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, સ્થાનિક લોકોએ ઢોર ચોરીની શંકાના આધારે શુક્રવારે સવારે 3 લોકોને ઢોરમાર મારીને મોતને ઘાટ ઉતાર્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તનાવપૂર્ણ માહોલ જોવા મળ્યો છે, જ્યારે મૃતકોના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
Bihar: Three people were beaten to death by locals in Baniyapur, Saran on suspicion of cattle theft, today morning. Bodies sent for postmortem by police, investigation underway. pic.twitter.com/wNKJIYgfn5
— ANI (@ANI) July 19, 2019
હકીકતમાં નંદલાલ ટોલામાં ગત રાત્રીઓ પિકઅપમાં આવીને પાળતું ઢોર ચોરી કરવાના આરોપમાં ગ્રામજનોએ એકજૂટ થઈને ત્રણ લોકોને બરહેમીથી ફટકાર્યા હતા. ગ્રામજનોએ પિકએપ વાન જપ્ત કરીને પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે આવ્યો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.