Gujarat Exclusive > દેશ-વિદેશ > બિહારમાં પૂરથી 67 અને અસમમાં 28 લોકોના મોત

બિહારમાં પૂરથી 67 અને અસમમાં 28 લોકોના મોત

0
241

બિહારના 12 જિલ્લાઓમાં આવેલ પૂરમાં અત્યાર સુધીમાં 67 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 46 લાખ 83 હજારથી વધારે લોકો પ્રભાવિત થયા છે.

જ્યારે અસમમાં પૂર અને ધોધમાર વરસાદની ઘટનાઓના કારણે અત્યાર સુધી 28 લોકોના મોત થઈ ચૂક્યા છે.

આપત્તિ વ્યવસ્થાપન વિભાગે ગઈકાલે એટલે બુધવારે આપેલ જાણકારી અનુસાર, બિહારના 12 જિલ્લાઓ, સીતામઢી, મુઝફ્ફરપુર, પૂર્વ ચંપારણ, મધુબની, દરભંગા, સહરસા, સુપૌલ, કિશનગંજ, અરરિયા, પૂર્ણિયા અને કટિહારમાં અત્યાર સુધી 67 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 46 લાખ 83 હજારથી વધારે લોકો પ્રભાવિત થયા છે.

બિહારમાં થેયલ 67 મોતોમાંથી સીતામઢીમાં 17, અરરિયામાં 12, મધુબનીમાં 11, શિવહરમાં 9, પૂર્ણિયામાં 7, દરભંગામાં 5, કિશનગંજમાં 4 અને સુપૌલમાં 2 લોકોના મોત થયા છે.

પૂર પ્રભાવિત 12 જિલ્લાઓમાં કુલ 137 રાહત શિબિર શરૂ કરવામાં આવી છે, જ્યા 1,14,721 લોકો શરણ લઇ રહ્યાં છે. તેમના ભોજનની વ્યવસ્થા માટે 1,116 લોકો દ્વારા રસોઈ બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ 26 ટીમ લગાવવામાં આવી છે અને 125 મોટરબોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ વચ્ચે, બિહાર વિધાન સભામાં બુધવારે પત્રકારો સાથે વાત કરતાં આરજેડીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજ્યમાં પૂરને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાનો આગ્રહ કર્યો છે.

ભાકપા (માલે)એ પ્રદેશની નીતિશ કુમાર સરકાર પર યુદ્ધ સ્તર પર રાહત અને પુનર્વાસ કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવતા કહ્યું કે, આના પરિણામસ્વરૂપ પ્રભાવિત વિસ્તારમાં લોકો મરી રહ્યાં છે અથવા અસુરક્ષિત જીવન જીવવા માટે મજબૂર છે.

કેન્દ્રીય જળ આયોગ પાસેથી મળતી માહિતી અનુસાર, બિહારની કેટલીક નદીઓ ગંડક, બૂઢી ગંડક, બાગમતી, અધવારા સમૂહ, કમલા બલાન, કોસી, મહાનંદા અને પરમાન નદી વિભિન્ન સ્થાનો પર બુધવાર સવારે ખેતીના નિશાન ઉપરથી વહી રહી હતી.

એક અધિકારીએ જણાવ્યું કે, નેપાળમાં પાછલા બે દિવસમાં વરસાદનો જોર ઓછો થવાના કારણે અહીં સંક્રામક બિમારીઓ ના ફેલાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

પડોશી દેશ નેપાળમાં પણ પૂરનો કહેર ચાલું છે. નેપાળના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર, દેશમાં પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 90 લોકોના મોત થઈ ચૂક્યા છે.

અસમમાં પૂરથી 27 લોકોના મોત

અસમ આપત્તિ વ્યવસ્થાપન (એએસડીએમકે) તરફ આપવામાં આવી રહેલ જાણકારી અનુસાર રાજ્યમાં પૂરથી મરનાર લોકોની સંખ્યા 28 સુધી પહોંચી ગઈ છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, 17 જૂન સુધી અસમના 29 જિલ્લાઓના 4,626 ગામના લગભગ 57,51,938 લોકો પૂરથી પ્રભાવિત હતા. રાજ્યમાં 427 રાહત શિબિર બનાવવામાં આવી છે અને અત્યાર સુધીમાં 28 લોકોના મોત પૂરના કારણે થઈ ગઈ છે.

ઓથોરિટી અનુસાર, મોરીગાવમાં ચાર, સોનિતપુર અને ઉદાલગિરીમાં બે-બે જ્યારે કામરૂપ (મહાનગર) અને નૌગાંવ જિલ્લાઓમાં એક-એક વ્યક્તિનું મોત થઈ ગયું છે.

ઓથોરિટીએ જણાવ્યું કે, કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક ગેંડાનું મોત થયું છે, જ્યારે બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓ ગુવાહાટી સહિત કેટલાક વિસ્તારોમાં ખતરાની નિશાનથી ઉપર વહી રહી છે.

મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડના સંગમાએ વેસ્ટ ગારો હિલ્સ જિલ્લા અને ખાસી હિલ્સ વિસ્તારના કેટલાક હિસ્સાઓમાં આવેલ પૂરથી બચવા માટે કેન્દ્ર સરકાર પાસે સહાયતા માંગી છે. પૂરના કારણે રાજ્યમાં 1.3 લાખ લોકો પ્રભાવિત થયા છે.

મિઝોરમમાં 5,000થી વધારે લોકો રાહત શિબિરોમાં રહી રહ્યાં છે અને પાછલા સાત દિવસોમાં ભારે વરસાદના કારણે બનેલ પૂરની સ્થિતિ પછી 4,000 લોકોને સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવી રહ્યાં છે.