Gujarat Exclusive > રાજનીતિ > તેજસ્વીના નામ પર મહાગઠબંધનમાં બબાલ, ત્રણ પાર્ટીઓએ કહ્યુ- શરદ યાદવને બનાવો CM ચહેરો

તેજસ્વીના નામ પર મહાગઠબંધનમાં બબાલ, ત્રણ પાર્ટીઓએ કહ્યુ- શરદ યાદવને બનાવો CM ચહેરો

0
302

દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ બિહારની વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ થઇ ગઇ છે. શુક્રવારે ચૂંટણીની તૈયારીઓને લઇને પટણામાં મહાગઠબંધને બેઠક કરી હતી. મહાગઠબંધનના નેતાઓએ રાજદના નેતા તેજસ્વી યાદવને પોતાનો નેતા માનવાનો ઇનકાર કરી દીધો છે અને શરદ યાદવને મુખ્યમંત્રીના ઉમેદવાર બનાવવાની માંગ કરી છે.

શુક્રવારે જે બેઠક યોજાઇ હતી જેમાં મહાગઠબંદનના ત્રણેય દળના નેતા જીતન રામ માંઝી (HAM), ઉપેન્દ્ર કુશવાહા (RLSP) અને મુકેશ સાહની (VIP)એ પટણામાં લોકતાંત્રિક જનતા દળ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવને સીએમ પદના ઉમેદવાર બનાવવાની માંગ કરી છે. આ બેઠક માટે કોંગ્રેસ અથવા આરજેડીના કોઇ નેતાને આમંત્રણ આપવામાં આવ્યુ નહતું. સુત્રો અનુસાર, ઉપેન્દ્ર કુશવાહા અને મુકેશ સાહનીએ આરજેડી નેતા તેજસ્વી યાદવના મહાગઠબંધનના નેતા હોવા પર સવાલ ઉઠાવ્યા હતા.

મહાગઠબંધનના કેટલાક નેતા આ વાતને લઇને નારાજ છે કે આરજેડીએ એક તરફી નિર્ણય કરતા તેજસ્વીને મહાગઠબંધનનો નેતા અને મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કરી રાખ્યો છે, તેમનું કહેવુ છે કે તેજસ્વીને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવાને લઇને મહાગઠબંધનના કોઇ પણ દળ સાથે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો નહતો.

RJD પોતાનું કેમ્પેઇન લોન્ચ કરી ચુકી છે

મહત્વપૂર્ણ છે કે એક અન્ય મહાગઠબંધનની ચૂંટણીની તૈયારીમાં જોડાઇ ગયા છે તો બીજી તરફ RJDએ પણ કેમ્પેઇન વધારી દીધુ છે. લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવે થોડા સમય પહેલા એક પોસ્ટર જાહેર કર્યુ હતું, જેમાં નવા કેમ્પેઇનને બતાવવામાં આવ્યુ. RJDએ ‘તેજ રફ્તાર, તેજસ્વી સરકાર’નું કેમ્પેઇન શરૂ કર્યુ છે, જેમાં તેજસ્વીના ચેહરાનો ઉપયોગ કરી સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવી રહ્યો છે.

નીતિશની આગેવીનીમાં ભાજપ લડશે ચૂંટણી

જો જેડીયુ-ભાજપની વાત કરીએ તો અત્યાર સુધી નીતિશ કુમારની આગેવાનીમાં એનડીએની ચૂંટણી લડવાનું નક્કી માનવામાં આવી રહ્યુ છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પણ અમિત શાહ અને નીતિશ કુમારે મંચ શેર કર્યુ હતું. 2015 વિધાનસભા ચૂંટણીમાં રાજદ અને જેડીયુએ એક સાથે ચૂંટણી લડી હતી અને ભાજપને હરાવ્યુ હતું પરંતુ બે વર્ષ બાદ જ નીતિશે રાજદનો સાથ છોડી ફરી ભાજપનો સાથ આપ્યો હતો.

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે સરકારને આપ્યુ અલ્ટીમેટમ,પોતાની પાર્ટી સામે બાંયો ચઢાવી