Gujarat Exclusive > દેશ-વિદેશ > LIVE: સાસારામમાં PM મોદી, બિહારના લોકો કન્ફ્યુઝ નહીં, ફરી બનશે NDA સરકાર

LIVE: સાસારામમાં PM મોદી, બિહારના લોકો કન્ફ્યુઝ નહીં, ફરી બનશે NDA સરકાર

0
78
  • વડાપ્રધાન મોદીએ સાસારામથી ચૂંટણી પ્રચારની શરુઆત કરી
  • વડાપ્રધાન મોદી બિહારમાં કુલ 12 રેલીઓ યોજશે
  • PM મોદીની રેલીઓમાં CM નીતીશકુમાર પણ હાજર રહેશે (bihar election 2020 breaking)

સાસારામ : બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનને હવે થોડાંક જ દિવસો બાકી છે. રાજનીતિક દળોએ પોતાના પ્રચારમાં જાન ફૂંકી દીધી છે અને એવી કડીમાં આજે દિગ્ગજ નેતાઓ ચૂંટણી મેદાનમાં કૂદી રહ્યાં છે. ત્યારે મહત્વનું છે કે, બિહાર વિધાનસભા ચૂંટણી માટે શુક્રવારનો દિવસ ખૂબ મહત્વનો છે. ત્યારે વડાપ્રધાન મોદીએ બિહારના સિયાસી રણમાં એન્ટ્રી કરી દીધી છે. તેઓ બિહારના સાસારામમાં પોતે ચૂંટણી સભા ગજવી રહ્યાં છે. તેઓ NDAના ઉમેદવારો માટે જનતા પાસેથી સમર્થન માંગી રહ્યાં છે. એ દરમ્યાન પ્રદેશનાં મુખ્યમંત્રી અને NDAના મુખ્યમંત્રી ઉમેદવાર નીતિશકુમાર પણ તેમની સાથે હાજર છે. આઠ મહીના બાદ વડાપ્રધાન મોદી કોઇ રેલીને સંબોધિત કરી રહ્યાં છે. તેઓએ ભારત માતા કી જય સાથે પોતાના ભાષણની શરૂઆત કરી. તેઓએ રામવિલાસ પાસવાનને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

PM મોદી સાસારામમાં ચૂંટણી સભા ગજવી રહ્યાં છે…. (bihar election 2020 breaking)

LIVE…

આજે બિહારમાં વિજળી અને રસ્તાઓ પણ છે : PM મોદી

  • bihar election 2020 breaking

બિહારના લોકો કોઇ જ ભ્રમમાં નથી રહેતા : PM મોદી

જમ્મુ-કશ્મીરમાંથી હટાવેલ આર્ટિકલ 370નો વિપક્ષ વિરોધ કરે છે : PM મોદી

બિહારમાં 10 વર્ષથી UPAએ કામ ન થવા દીધા : PM મોદી

હવે માતૃભાષામાં શિક્ષણનો પ્રયાસ : PM મોદી

સોન નદી પર ફોર લેન પુલનું કામ અંત તરફ : PM મોદી

બિહારમાં નદીઓ પર પુલ બનાવવાનું કામ ચાલુ : PM મોદી

હવે બિહારમાં ચો તરફ વિકાસ કાર્યો થાય છે : PM મોદી

બિહારમાં એક વાર ફરી NDA સરકાર રચાશે : PM મોદી

બિહારે કોરોના મહામારીમાં સારું કામ કર્યું : PM મોદી

બિહારમાં લાલટેનનો જમાનો ગયો : PM મોદી

દેશની સુરક્ષા અને દેશના વિકાસમાં બિહાર આગળ : PM મોદી

રામવિલાસ પાસવાનને મારી શ્રદ્ધાંજલિ : PM મોદી bihar election 2020 news

અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન મોદી બિહારમાં કુલ 12 રેલીઓ કરશે. શુક્રવારે 3 રેલી અને પછી 28 ઓક્ટોબરે દરભંગા, મુઝફ્ફરપુર અને પટનામાં રેલી કરશે. PM મોદી 1 નવેમ્બરે છપરા, પૂર્વી ચંપારણ અને સમસ્તીપુર અને 3 નવેમ્બરે પશ્ચિમી ચંપારણ, સહરસ અને ફારબિસગંજમાં રેલી કરશે.  PM મોદીની રેલીઓમાં મુખ્યમંત્રી નીતીશકુમાર પણ સ્ટેજ પર હાજર રહેશે. અન્ય 4 દિવસની બીજી રેલીમાં JDUનાં કેટલાંક મોટા નેતાઓ પણ પોતે હાજર રહેશે.  JDUનાં લલનસિંહ પણ 23 ઓક્ટોબરે યોજાનારી વડાપ્રધાન મોદીની બીજી રેલીમાં હાજર રહેશે.bihar election 2020 news