Gujarat Exclusive > યુથ > મનોરંજન > Bigg Boss 12ની સીધીસાદી સ્પર્ધક બની ગ્લેમરર્સ ગર્લ, જુઓ Photos

Bigg Boss 12ની સીધીસાદી સ્પર્ધક બની ગ્લેમરર્સ ગર્લ, જુઓ Photos

0
786

રિયાલિટી શૉ બિગ બૉસ સિઝન 12માં સીધીસાદી જોવા મળેલ ઉર્વશી વાણી તમને યાદ જ હશે? ઉર્વશી દીપક ઠાકુર સાથે જોડીદાર બનીને બિગબૉસના ઘરમાં પ્રવેશી હતી. ઉર્વશી હાલના દિવસોમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ જોવા મળી રહી છે. આ સાથે જ ઉર્વશીએ પોતાનો મેકઓવર કરીને અલગ જ રૂપ દેખાડ્યું છે.

બિગ બૉસની સ્પર્ધન ઉર્વશી વાણીએ પોતાનું મેકઓવર કરાવ્યું છે,. જેમાં તે બેહદ ખૂબસૂરત લાગી રહી છે. કેટલાક ફોટામાં ઉર્વશીએ રેડ હૉટ કલરનું ગાઉન પહેર્યું છે. આ પહેરવેશમાં ઉર્વશી રૉયલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ઉર્વશીના નવા અવતારને જોઈને તેના ફેન્સ પણ અલગ-અલગ પ્રકારના કૉમ્પિમેન્ટ્સ આપી રહ્યા છે.

આ ફોટાને શેર કરતા ઉર્વશીએ કૈપ્શનમાં લખ્યું છે કે, આવી જ પ્રિન્સેસ સૌના અંદર હોય છે.

તાજેતરમાં ઉર્વશીએ કેટલાક લેટેસ્ટ ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. જેમાં તેણે લખ્યું છે કે, આંખોને વાત કરવા દો. આ તસ્વીરોમાં ઉર્વશીનો ક્યૂટ અંદાજ ફેન્સને જોવા મળી રહ્યો છે.

બિગ બોસના ઘરમાં આવ્યા બાદ જ ઉર્વશીની કિસ્મત ચમકી ઉઠી હતી. આ શૉએ જ ઉર્વશીને આગવી ઓળખ અપાવી હતી.

(Photo Credit: Facebook/imurvashivani)

રિતિક અને ટાઈગરના અદ્દભૂત એક્શન સીન્સથી ભરપુર ‘વૉર‘નું ધમાકેદાર ટીઝર રિલીઝ