Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Maruti Suzukiને મોટો ફટકો, ઓગસ્ટ મહિનામાં કારોનું વેચાણ ઘટ્યું

Maruti Suzukiને મોટો ફટકો, ઓગસ્ટ મહિનામાં કારોનું વેચાણ ઘટ્યું

0
550

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી ઈન્ડિયામાં કારનું વેચાણ ઓગસ્ટ મહિનામાં 32.7 ટકા ઘટીને 1,06,413 વાહન રહ્યું છે. ગત વર્ષે આજ મહિને કંપનીમાં 1,58,189 કારોનું વેચાણ થયું હતું. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, ઓગસ્ટમાં તેની ઘરેલૂ બજારમાં વેચાણ 34.3 ટકા ઘટીને 97,061 એકમ રહ્યું હતું. જે ઓગસ્ટ 2018માં 1,47,700 એકમ હતું. કંપનીની મિની કાર ઓલ્ટો અને વેગન આરનું વેચાણ આ દરમિયાન 71.8 ટકા ઘટીને 10,123 વાહનો રહ્યું હતું. એક વર્ષ પહેલા આજ મહિનામાં આ આંકડો 35,895 એકમ રહ્યું હતું.

આ હેઠળ કોમ્પેક્ટ વાહન ખંડમાં કંપનીનું વેચાણ 23.9 ટકા ઘટીને 54.274 એકમ રહ્યું. જે ઓગસ્ટ 2018માં 71,364 એકમ હતું. આ ખંડમાં સ્વિફ્ટ, સેલેરિયો, ઈગ્નિસ, બલેનો અને ડિઝાઈર ગાડીઓ આવે છે. કંપનીની મધ્યમ આકારની કાર સિયાજના વેચાણમાં પણ ખૂબ ઘટાડા સાથે 1,596 એકમ પર આવી ગયું હતું. પાછલા વર્ષે એજ મહિને કારોનું વેચાણ 7,002 એકમ રહ્યું હતું.

જોકે સમીક્ષાધીન મુદ્દતમાં કંપનીના યૂટિલિટી વાહનો વિટારા બ્રેજા, એસ ક્રોસ અને અર્ટિગાનું વેચાણ 3.1 ટકા વધીને 18,522 એકમ પહોંચી ગયું હતું. જે એક વર્ષ પહેલા એજ મહિનામાં 17,971 એકમ હતું. ઓગસ્ટમાં કંપનીના નિકાસ 10.8 ટકા ઘટીને 9,352 એકમ રહ્યું. જે એક વર્ષ પહેલા 10,489 એકમ હતું.

હરિયાણામાં ગાય અને ભેંસોની જાતિ સુધારવા માટે ‘વંશ-વૃક્ષ’ તૈયાર કરાશે