Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત, જાણો તમારા શહેરમાં કેટલી ઘટી કિંમત?

પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત, જાણો તમારા શહેરમાં કેટલી ઘટી કિંમત?

0
250

નવી દિલ્હી: આજે શુક્રવારે દેશમાં પેટ્રોલ અને ડીઝલ બન્નેની કિંમતોમાં કાપ મૂકાયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત (Petrol Price) 26 પૈસા પ્રતિ લીટર ઘટીને 81.14 રૂપિયા પર પહોંચ્યું છે. જ્યારે ડીઝલ (Dieseal Price)ના 35 પૈસા પ્રતિ લીટર ઘટીને 72.02 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે.

આ અંગે ઈન્ડિયન ઑઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) તરફથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે, આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 81.14 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત પ્રતિલીટરે 87.82 રૂપિયા, કોલકતામાં 82.67 રૂપિયા અને ચેન્નઈમાં 84.21 રૂપિયા છે. આ ચાર મોટા શહેરો ઉપરાંત નોઈડામાં પેટ્રોલ 81.64, રાંચીમાં 80.79, લખનઉમાં 81.54 અને અમદાવાદમાં 78.53 રૂપિયે પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

જો ડીઝલની વાત કરીએ તો, દિલ્હીમાં આજે એક લીટર ડીઝલની કિંમત 72.02 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં એક લીટર ડીઝલની કિંમત 78.48 રૂપયા, કોલકતામાં 75.52 અને ચેન્નઈમાં 77.40 રૂપિયા છે. આ સિવાય અમદાવાદમાં ડીઝલ આજે 77.43 રૂપિયા પ્રતિ લીટરની કિંમતે વેચાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા સંચાલિત ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગ્યે કિંમતોમાં ફેરફારને લાગૂ કરે છે. આથી પેટ્રોલ-ડિઝલના ભાવ રોજ બદલાતા રહે છે અને દરરોજ સવારે 6 કલાકને નવા ભાવ અપડેટ થઈ જાય છે.

આ પણ વાંચો: રાજકોટની સરકારી હોસ્પિટલના સ્ટાફે મારતા કોરોના દર્દીનું મોત, વીડિયો વાયરલ

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, કોરોના મહામારીના કારણે ક્રુડ ઓઈલની માંગ ઘટવાના પગલે હાલના સમયમાં પેટ્રોલ-ડીઝલની કિંમત વધવાની શક્યતા ઘણી ઓછી છે.

આ અઠવાડિયે કેવી રહી સ્થિતિ?
જણાવી દઈએ કે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ બુધવારે પેટ્રોલની કિંમતોમાં કોઈ ફેરફાર નહતો કર્યો. જો કે તેના એક દિવસ પહેલા મંગળવારે પેટ્રોલની કિંમત દિલ્હી, કોલકતા અને મુંબઈમાં 17 પૈસા, જ્યારે ચેન્નઈમાં 15 પૈસા પ્રતિ લીટર ઘટાડી હતી.

જ્યારે ડીઝલની કિંમતોમાં પણ દિલ્હી અને કોલકતામાં 22 પૈસા, જ્યારે મુંબઈમાં 24 પૈસા અને ચેન્નઈમાં 21 પૈસા પ્રતિ લીટર ઘટાડી હતી.

આજ રીતે ગુરુવારની વાત કરીએ તો, ડીઝલ 19 પૈસા પ્રતિ લીટર અને પેટ્રોલની કિંમતમાં 15 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો.