Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > કોરોનાનો નાશ કરવા માટે WHOનું મોટું પગલું, દુનિયાભરમાં 4 દવાઓનું મહા-પરીક્ષણ શરૂ

કોરોનાનો નાશ કરવા માટે WHOનું મોટું પગલું, દુનિયાભરમાં 4 દવાઓનું મહા-પરીક્ષણ શરૂ

0
3483

કોરોના વાયરસને રોકવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ દુનિયાભરના દેશોને કહ્યું છે કે, તેઓ મેગાટ્રાયલ એટલે મહા-પરીક્ષણ કરે. તમને જાણીને ખુશી થશે કે, આ મહાપરીક્ષણ શરૂ થઇ ચૂક્યું છે. આના માટે WHOએ ચાર સૌથી કારગર દવાઓનું પરીક્ષણ કરવાનું કહ્યું છે. આ દવાઓના કારણે અત્યાર સુધી લોકો કોરોના વાયરસના સંક્રમણથી ઠીક થતા આવ્યા છે. તો તમને જણાવી દઇએ કે, આ દવાઓ કઇ છે.

WHOનું માનવું છે કે, આ ચાર દવાઓમાંથી કોઈ એક અથવા કોઈનું મિશ્રણ લોકો માટે વરદાન રૂપ સાબિત થઇ શકે છે. આ ચારેય દવાઓને મિલાવીને બનાવેલી દવા જ કોરોના વાયરસને હરાવી શકે છે.

આ ચાર દવાઓ સાથે દુનિયાભરના ડોક્ટરો બે અન્ય દવાઓ પર પણ ધ્યાન આપી રહ્યાં છે. આ બંને દવાઓને SARS અને માર્સ (મંગળ) દરમિયાન બનાવવામાં આવી હતી. જોકે, આ દવાઓને વૈશ્વિક સ્તર પર અનુમતિ મળી નહતી.

WHO દ્વારા બતાવવામાં આવેલ આ ચાર દવાઓથી એવું થશે કે, જે લોકો ખુબ જ ગંભીર છે, તેઓ ઝડપી ઠીક થશે. જે સ્વાસ્થ્યકર્મી સતત કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યાં છે, તે સુરક્ષિત રહેશે. સાથે જ જે લોકો મીડિયમ અથવા થોડા બિમાર છે તેઓ બધી જ રીતે સ્વાસ્થ્ય થઇ જશે.

આમાંથી પહેલી દવા છે રેમડેસિવીર, આને જિલીડ સાયન્સેજે ઈબોલાની સારવાર માટે બનાવી હતી. રેમડેસિવીર કોઈપણ વાયરસના RNAને તોડી દે છે. આનાથી વાયરસ માણસના શરીરમાં પ્રવેસીને નવો વાયરસ પેદા કરી શકતો નથી.

અમેરિકાએ પહેલા કોવિડ-19 કોરોના વાયરસના દર્દીને સૌથી રેમડેસિવીર દવા આપી હતી. તે ખુબ જ ગંભીર સ્થિતિમાં હતો. જોકે, દવા આપ્યા પછી તેની તબિયત સુધરવા લાગી હતી. આનો રિપોર્ટ ધ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પણ પ્રકાશિત થયો છે.

તે પછી બીજી દવા છે ક્લોરિક્કિન અને હાઈડ્રોક્સીક્લોરોક્કિન. આના માટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભલામણ કરી હતી. તેમને કહ્યું હતુ કે આ દવા ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. WHOની વૈજ્ઞાનિક સમિતિએ પહેલા આ દવાને ફગાવી દીધી હતી.

13 માર્ચ 2020માં જેનેવામાં થયેલ WHOની વૈજ્ઞાનિક સમિતિની બેઠકમાં ક્લોરોક્કિન અને હાઈડ્રોક્સીક્લોરોક્કિનને મહા-પરીક્ષણ પર મોકલવાની વાત કરવામાં આવી. કેમ કે, આ દવાને લઈને વૈશ્વિક સ્તર પર માંગ આવી હતી.

ક્લોરોક્કિન અને હાઈડ્રોક્સીક્લોરોક્કિન દવાથી માણસ શરીરની તે કોશિકાઓનો અંદરનો હિસ્સો ખત્મ થઇ જાય છે, જેના પર વાયરસ હુમલો કરે છે. જેથી કોરોના વાયરસના બહારના સ્તર પર રહેલા પ્રોટીનના કાંટા બેકાર થઇ જાય છે. વાયરસ કમજોર થઇ જાય છે.

ત્રીજી દવા છે રિટોનોવીર/લોપિનાવીર. આને કાલેટ્રા નામથી પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2000માં આનો ઉપયોગ અમેરિકામાં સૌથી વધારે HIVને રોકવા માટે કરવામાં આવ્યો હતો. આ દવા શરીરમાં ખુબ જ ઝડપી રીતે ભળી જાય છે.

હળવા સ્તરના સંક્રમણ માટે રિટોનાવીરનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે વધારે સંક્રમણ હોય તો લોપિનાવીરનો ઉપયોગ થાય છે. આ દવાઓ શરીરમાં વાયરસના હુમલાવાળા સ્થાન પર જઇને વાયરસ અને વ્યક્તિની કોશિકાઓના સંબંધને તોડી દે છે.

રિટોનાવીર/લોપિનાવીરનો કોરોના વાયરસ પર પ્રથમ ટ્રાયલ ચીનના વુહાનમાં જ કરવામાં આવ્યો હતો. 199 દર્દીઓને પ્રતિદિવસ બે વખત બે-બે ગોળીઓ આપવામાં આવી. જોકે, આ દવા આપ્યા છતાં ઘણા દર્દીઓના વાયરસના કારણે મોત થઇ ગયા પરંતુ કેટલાક દર્દીઓ પર આની અસર થઇ હતી. આનો રિપોર્ટ 15 માર્ચ 2020માં પણ ધ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયો હતો.

ચોથી દવા છે રિટોનાવીર/લોપિનાવીર અને ઈન્ટરફેરોન-બીટાનું મિશ્રણ. આ દવાનો ઉપયોગ સાઉદી અરબમાં મેડિલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (MERS) મહામારી દરમિયાન સંક્રમિત દર્દીઓ પર કરવામાં આવ્યો હતો. આનાથી શરીરમાં રહેતા ટિશ્યૂને નુકશાન થાય છે પરંતુ વાયરસનો પ્રભાવ ખત્મ થઇ જાય છે.

WHOના કહેવા પર કેટલાક દેશો જેવા અમેરિકા, યૂરોપમાં ફ્રાન્સ, સ્પેસ, આર્જેન્ટિના, ઈરાન, દક્ષિણ આફ્રિકા, ચીન, દક્ષિણ કોરિયા વગરે મહા-પરીક્ષણમાં જોડાઇ ગયા છે. આશા છે કે, આ દવાઓમાંથી જ કોઈ દવા કોરોના વાયરસનો ઈલાજ બનીને સામે આવી જાય.

જોફ્રા આર્ચરને 3 વર્ષ પહેલા જ ભારત લોકડાઉનનો હતો અંદાજ! ફેન્સે કહ્યું- ભગવાન છો તમે