Gujarat Exclusive > યુથ > મનોરંજન > અક્ષય કુમારના રસ્તે ચાલ્યો ટી-સીરીઝનો માલિક, દાન કરી આટલી મોટી રકમ

અક્ષય કુમારના રસ્તે ચાલ્યો ટી-સીરીઝનો માલિક, દાન કરી આટલી મોટી રકમ

0
2615

નવી દિલ્હી: કોરોનાવાયરસ મહામારીને લઈને વિશ્વભરમાં યુદ્ધના ધોરણે કામ ચાલુ છે. ભારતમાં 21 દિવસનો લોકડાઉન ચાલુ છે અને ફિલ્મી દુનિયાથી જોડાયેલા હસ્તીઓ કોરોના વિરુદ્ધ લડવા દિલ ખોલીને દાન કરી રહ્યા છે. હવે આ મહામારીથી લડવા ભૂષણ કુમારે પણ દાન કર્યુ છે. સંપૂર્ણ ટી-સીરીઝ પરિવાર તરફથી ભૂષણ કુમારે પીએમ રિલિફ ફંડમાં 11 કરોડ રૂપિયાનુ દાન આપ્યુ છે. તેની જાણકારી તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી છે.

ભૂષણ કુમારે ટ્વીટ કરતા લખ્યુ કે, આજે આપણા બધા એક ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને આ સમયમાં જેટલી મદદ આપણે કરી શકીએ તેટલી મદદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું મારી ટી-સીરીઝ પરિવાર સાથે મળીને PM મોદી રાહત ફંડમાં 11 કરોડ રૂપિયાનું દાન આપવાની પ્રતિજ્ઞા કરૂ છુ. અમે તેની સાથે મળીને લડી શકીએ છીએ અને લડીશું. જય હિંદ.

આ ઉપરાંત જણાવી દઈએ કે, અક્ષય કુમારે સૌથી વધુ ધન રાશિ 25 કરોડ રૂપિયા આ ખતરનાક કોરોનાવયરસથી લડવા માટે પીએમ ફંડમાં જમા કરાવ્યા હતા. આ ઉપરાંત બાહુબલી ફેમ એક્ટર પ્રભાસે 4 કરોડ, પવન કલ્યાણે 2 કરોડ, મહેશ બાબૂએ 1 કરોડ, અલુ અર્જુને 25 લાખ, રામ ચરણે 70 લાખ અને રજનીકાંતે મજૂરોની મદદ માટે 50 લાખ રૂપિયા દાન કર્યા છે. કમલ હાસને તો તેના ઘરને જ હોસ્પિટલ બનાવવાની રજૂઆત કરી છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

અક્ષય કુમારે કોરોના વાયરસ સામે જંગ માટે દાન કરી સૌથી મોટી રકમ, ટ્વીટ કરી આપી જાણકારી