Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ફી સંબંધી પ્રશ્નોનાં નિકાલ માટે શાળા સંચાલકો સાથે બેઠક યોજાશે : ભુપેન્દ્રસિંહ

ફી સંબંધી પ્રશ્નોનાં નિકાલ માટે શાળા સંચાલકો સાથે બેઠક યોજાશે : ભુપેન્દ્રસિંહ

0
443
  • ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફી મામલે વાલીઓને મોટી રાહત
  • ‘ટ્યૂશન ફી’સિવાય અન્ય કોઈ ફી નહીં ઉઘરાવવી- HC
  • ફી અંગેનો ઉકેલ લાવવા સરકારે  શાળા સંચાલકો સાથે બેઠક કરવી જોઇએ : HC


અમદાવાદઃ
હાલમાં જ્યારે રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ સાથે શિક્ષણ પ્રક્રિયા બંધ છે ત્યારે વિદ્યાર્થીઓની ફી સંબંધે આજે હાઈકોર્ટે શાળા સંચાલકો (School administrators) સાથે બેઠક કરીને ફી સંબંધી પ્રશ્નનો ઉકેલ લાવવા જે આદેશ કર્યો છે તે આદેશનાં પગલે શિક્ષણ વિભાગ ટૂંક સમયમાં જ શાળા સંચાલકો (School administrators) સાથે બેઠક યોજશે. એ પ્રમાણે શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે.

ગુજરાત હાઈકોર્ટે શાળાઓમાં ફી અંગેની કરવામાં આવેલી જાહેર હિતની રીટ અરજીનાં સંદર્ભમાં આપેલ વિગતવાર ચુકાદામાં નિર્દેશ કર્યો છે કે, “બંને પક્ષકારો એટલે કે વાલીઓ અને સંચાલકો બંનેનું હિત જળવાય અને સર્વાનુમતે ફી અંગેના પ્રશ્નોનો સ્વીકાર્ય ઉકેલ લાવવા માટે સરકારે સંચાલકો સાથે બેઠક કરવી જોઈએ અને આ પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ. હાઇકોર્ટે તેનાં આદેશમાં એમ પણ જણાવ્યું છે કે સંચાલકોએ પણ મન મોટું રાખીને રાજ્ય સરકારને મદદ કરવી જોઈએ.” શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે, આ નિર્દેશના અનુસંધાને નજીકના દિવસોમાં જ શાળા સંચાલકો સાથે આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે બેઠક કરવામાં આવશે.

આ પણ વાંચો: વિશ્વના જુદા-જુદા 24 દેશોના 153 વિદ્યાર્થીઓએ આપી ઓનલાઈન પરીક્ષા

ઉલ્લેખનીય છે કે આજે ગુજરાત હાઈકોર્ટમાં ઓનલાઈન શિક્ષણ, ખાનગી શાળાની ફી મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે વાલીઓને આંશિક રાહત આપતા શાળા ટ્યૂશન ફી સિવાયની કોઈ પણ ફી ના ઉઘરાવવાનો આદેશ શાળા સંચાલકોને કર્યો છે. હવે ખાનગી શાળાઓ કોઈ અન્ય ફી ઉઘરાવી શકશે નહીં.

આજે એટલે બુધવારનાં રોજ ગુજરાત હાઇકોર્ટે સરકાર અને શાળા સંચાલકોને જણાવ્યું કે, “ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ધ્યાનમાં રાખી શાળા સંચાલકોએ માત્ર ટ્યૂશન ફી જ લેવી જોઇએ. ટ્યૂશન ફી સિવાયની કોઇ જ ફી શાળા સંચાલકોએ ઉઘરાવવી જોઇએ નહી. શાળા સંચાલકોએ બાળકોના ભવિષ્યની ચિંતા કરવી જોઇએ. હવે ખાનગી શાળાઓ કોઇ અન્ય ફી ઉઘરાવી શક્શે નહી તથા મધ્યમ પરિવારના વાલીઓ માટે સરળ હપ્તાની વ્યવસ્થા કરવા પણ હાઇકોર્ટે સરકાર અને શાળા સંચાલકોને ટકોર કરી છે.”

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે કડક શબ્દોમાં આદેશ કર્યો છે કે, “કોરોનાકાળમાં ઘણા વિદ્યાર્થીઓના માતા-પિતાએ નોકરી ગુમાવાનો વારો આવ્યો છે. કેટલાક વાલીઓના પગારમાં પણ કાપ મુકાયો છે તેથી તેઓ તમામ ફી ચૂકવી શકે તેમ નથી. કોરોનાની સ્થિતિમાં શાળાઓએ પણ ટકી રહેવું મુશ્કેલ છે પરંતુ, ઓનલાઈન શિક્ષણમાં શાળા સંચાલકો ટ્યુશન ફી સિવાય અન્ય ટ્રાન્સપોર્ટેશન ફી, સ્પોર્ટસ ફી ન ઉઘરાવી શકે. શાળાઓએ આ કપરા સમયમાં થોડાક મહિના નોન પ્રોફિટ આઉટલુક અપનાવવો પડશે.”

આ પણ વાંચોઃ વાલીઓને મોટી રાહત: ‘ટ્યૂશન ફી’સિવાય અન્ય કોઈ ફી નહીં ઉઘરાવવી- HC