ગાંધીનગર: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસીક જીત બાદ ભૂપેન્દ્ર પટેલ ફરી એક વખત ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લેશે. 2 વાગ્યે ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલના શપથગ્રહણ સમારંભમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના ભાજપના નેતાઓ હાજર રહેશે.
Advertisement
Advertisement
આ ધારાસભ્યોને મળી શકે છે મંત્રી પદ
બળવંત સિંહ રાજપૂત- 2017માં અહેમદ પટેલની ચૂંટણી સમયે ચર્ચામાં રહ્યા હતા. અહેમદ પટેલ સામે ભાજપે ત્રીજા રાજ્યસભા ઉમેદવાર બનાવ્યા હતા. તે પછી GIDCના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને હવે મંત્રી બનવા જઇ રહ્યા છે.
પુરૂષોત્તમ સોલંકી– કોળી સમાજનો મોટો ચહેરો છે. 19 ટકા કોળી વોટ બેન્કને ધ્યાનમાં રાખીને તેમણે મંત્રી બનાવવામાં આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી સરકારમાં પણ તે મંત્રી હતા. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તેમણે જગ્યા આપવામાં આવી નહતી. નારાજ હતા તે પછી મનાવી લેવામાં આવ્યા હતા.
મુકેશ પટેલ- સૂરતના છે અને પાટીદાર સમાજમાંથી આવે છે. સીઆર પાટિલની નજીક ગણાય છે. ભૂપેન્દ્ર સરકારમાં પ્રથમ વખત જગ્યા મળી હતી.
ભાનુબેન બાબરિયા- દલિત સમાજમાંથી આવે છે, પ્રથમ વખત મંત્રી બનશે
બચુ ખાબડ– આદિવાસી નેતા છે, પ્રથમ વખત મંત્રી બનશે
કુબેર ડિડોર– આદિવાસી નેતા, ભૂપેન્દ્ર સરકારમાં મંત્રી રહ્યા છે અને પીએચડી છે.
જગદીશ વિશ્વકર્મા– ઓબીસી ચહેરો, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી હતા
હર્ષ સંઘવી– જૈન યુવા છે, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ગૃહ રાજ્ય મંત્રી હતા.
દેવા માલમ– કેશોદના ધારાસભ્ય, ભૂપેન્દ્ર સરકારમાં મંત્રી રહી ચુક્યા છે
પ્રફુલ પાનસેરીયા– પાટીદાર સમાજમાંથી આવે છે, પ્રથમ વખત મંત્રી બનશે
ભીખુજી પરમાર– મોડાસાના ધારાસભ્ય છે, ઓબીસી સમાજમાંથી આવે છે
આ નેતાઓને પણ આવી ચુક્યા છે મંત્રી પદ માટે ફોન
રિષિકેશ પટેલ, કનુભાઇ દેસાઇ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, મૂળુભાઇ બેરા
હાર્દિક પટેલ-અલ્પેશ ઠાકોર પર સસ્પેન્સ
ભૂપેન્દ્ર પટેલની સાથે કેટલાક ધારાસભ્ય પણ મંત્રી પદની શપથ લઇ શકે છે. જેમાં રિષિકેશ પટેલ, કનુભાઇ દેસાઇ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, મૂળુભાઇ બેરા, બળવંત સિંહ રાજપૂત, પુરૂષોત્તમ સોલંકી, ભાનુબેન બાબરિયા, મુકેશ પટેલ, બચુ ખાબડ, કુબેર ડિડોર, જગદીશ વિશ્વકર્મા, ભીખુ પરમાર, દેવા માલમ, પ્રફુલ પાનસેરિયા, હર્ષ સંઘવીને ફોન આવી ચુક્યો છે. જોકે, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર પર મંત્રી બનવા પર સસ્પેન્સ છે.
ભાજપે 156 બેઠક જીતી હતી
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત મેળવી હતી. 182 સભ્યોની વિધાનસભામાં ભાજપે 156 બેઠક જીતીને સાતમી વખત જીત મેળવી હતી. કોંગ્રેસે 17 અને આમ આદમી પાર્ટીએ 5 બેઠક પર જીત મેળવી હતી. ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં શનિવારે ભૂપેન્દ્ર પટેલને ફરી એક વખત નેતા ચૂંટવામાં આવ્યા હતા, તે બાદ તેમણે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
Advertisement