Gujarat Exclusive > ગુજરાત > ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોણ છે?

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોણ છે?

0
215

ગાંધીનગર: ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. નરેન્દ્ર તોમરે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી હતી. ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં જ લડાશે.

ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઇ 1962માં અમદાવાદમાં થયો હતો. ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમાં કરેલુ છે. તે બિલ્ડર છે. આ સાથે જ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. ભૂપેન્દ્ર પટેલ 1995-96માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. 1999-2000, 2004-06માં અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે. 2008-10માં થલતેજ વોર્ડના કાઉન્સિલર હતા અને 2010-15માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)માં 2015-17માં ચેરમેન રહી ચુક્યા છે.

આનંદીબેન પટેલની નજીક છે ભૂપેન્દ્ર પટેલ

ભૂપેન્દ્ર પટેલ આનંદીબેન પટેલની નજીકના ગણાય છે. આ સાથે જ ગુજરાતમાં આનંદી બેન પટેલની પાછળના દરવાજે એન્ટ્રી થઇ ગઇ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat