ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી ભૂપેન્દ્ર પટેલે રાજભવનમાં જઇને ગવર્નરને રાજીનામું આપ્યુ હતુ. ભૂપેન્દ્ર પટેલ કેરટેકર તરીકે સરકારમાં કાર્યરત રહેશે. 12 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે.
આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સ્વાસ્થ્ય મંત્રી રિષિકેશ પટેલ, નડિયાદના ઉમેદવાર પંકજ પટેલ, પ્રદીપ પરમાર હાજર રહ્યા હતા.
ભાજપે 156 બેઠક જીતી
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય જનતા પાર્ટી (BJP)એ 182માંથી 156 બેઠક જીતી હતી જ્યારે કોંગ્રેસના ફાળે 17 બેઠક, આમ આદમી પાર્ટીના ફાળે 5 અને અન્યને 5 બેઠક મળી હતી.