Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મારૂતિ સુઝુકીએ ગુજરાતમાં 16 હજાર કરોડના રોકાણની મુખ્યમંત્રી સમક્ષ તૈયારી દર્શાવી

મારૂતિ સુઝુકીએ ગુજરાતમાં 16 હજાર કરોડના રોકાણની મુખ્યમંત્રી સમક્ષ તૈયારી દર્શાવી

0
8
  • મુખ્યમંત્રીનો ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠકનો થયો પ્રારંભ

  • મુખ્યમંત્રીએ મારુતિ સુઝુકીને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના પ્રથમ રોડ શોના પ્રારંભે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી દિવસની શરુઆત કરી હતી. મુખ્યમંત્રીએ આ અન્વયે મારુતિ સુઝુકી ઇંડિયા લિમિટેડના એમ.ડી અને સી. ઈ.ઓ. કેનીચી આયકાવા સાથે બેઠક કરી હતી. મુખ્યમંત્રી આ બેઠક દરમિયાન સૌ ઉપસ્થિતોને ગુજરાત રાજ્યની ઉદ્યોગ-વ્યાપારલક્ષી નીતિઓ વિશે માહિતગાર પણ કરશે.

મારૂતિ સુઝુકીના ગુજરાત પ્રોજેક્ટ્સ વિશે તેમણે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. ગાંધીનગરમાં સેન્ટર ઓફ એકસલન્સ અને રાજ્યમાં હાલ મારૂતિ દ્વારા 16 હજાર કરોડના રોકાણની પણ વિગતો તેમણે મુખ્યમંત્રીને આપી હતી.

મુખ્યમંત્રીએ તેમને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી અને ખાસ કરીને સ્થાનિક રોજગારી માટે તેમના પ્રોજેક્ટ ઉપયોગી બને તેવો અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનું પણ આમંત્રણ આપ્યું હતું.

મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હીસ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને પણ આજે સાંજે મળશે અને વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ-2022 વિષયક પ્રસ્તુતિ કરશે. આ બેઠકોમાં મુખ્યમંત્રીની સાથે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ અને ખાણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે. મુખ્યમંત્રી દિલ્હી ખાતેની આ બેઠકોમાં ભાગ લઇ રાત્રે ગાંધીનગર પરત ફરશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat