પટણા: ભોજપુરી એક્ટ્રેસ સહર અફશાની એક સોશિયલ મીડિયા પોસ્ટે ફેન્સને ચોકાવી દીધા છે. ખેસારી લાલ યાદવ, પવન સિંહ જેવા તમામ મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચુકેલી સહરે ઇસ્લામ માટે શોબિજને છોડવાનો નિર્ણય કર્યો છે.
Advertisement
Advertisement
સહરે ઇંસ્ટાગ્રામ પર એક નોટ શેર કરી છે, જેમાં તેને જણાવ્યુ કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી રહી છે અને આશા કરે છે કે તેને એક નવા જીવન માટે ઓળખવામાં આવે. મહત્વપૂર્ણ છે કે આ પહેલા સના ખાન અને જાયરા વસીમે પણ ઇસ્લામ માટે બૉલિવુડને અલવિદા કહ્યુ હતુ.
સહર અફશાએ ઇંસ્ટાગ્રામ પર એક નોટ શેર કરી છે જેને તેણે ત્રણ ભાષામાં શેર કરી છે. સહરે હિંગ્લિશ, ઇંગ્લિશ અને ઉર્દૂમાં નોટ શેર કરી છે. સહરે પોતાની નોટમાં લખ્યુ, હું તમને બધાને કહેવા માંગુ છઉ કે મે આ નક્કી કર્યુ કે હું શોબિજ (ફિલ્મ ઇન્ડસ્ટ્રી) છોડવા જઇ રહી છુ અને હવે તેનાથી મારો કોઇ સબંધ નહી હોય. ઇંશાઅલ્લાહ હું આગામી જીવન ઇસ્લામી તાલીમાત (ઇસ્લામનું શિક્ષણ) અને અલ્લાહના અલ્હમ અનુસાર વિતાવવાનો ઇરાદો રાખુ છુ. હું અલ્લાહની માફી માંગુ છુ.”
આવનારા જીવનને યાદ રાખવામાં આવશે
સહરે પોતાની પોસ્ટમાં લખ્યુ, જો મને ઘણી વધારે શોહરત અને દોલત મળી જાય પરંતુ હંમેશા એક બેચેનીમાં પણ સામેલ રહી, કારણ કે આ જીવન વિશે મે બાળપણથી વિચાર્યુ નહતુ. બસ અચાનકથી હવે ઇન્ડસ્ટ્રીમાં આગળ વધતી ગઇ પરંતુ હવે બધુ ખતમ કરવાનો ઇરાદો કરી લીધો છે.
આ પણ વાંચો: આ OTT પ્લેટફોર્મ પર ‘લાલ સિંહ ચઢ્ઢા’ ચૂપચાપ રિલીઝ કરી દેવાઇ, ચાહકો આશ્ચર્યચકિત
સના ખાને પણ કર્યુ રિએક્ટ
સહર અફશાની આ પોસ્ટ પર એક્ટ્રેસ સના ખાને પણ કોમેન્ટ કરી છે. સહરની પોસ્ટ પર સનાએ લખ્યુ, માશા અલ્લાહ મારી બહેન હું તમારી માટે ઘણી ખુશ છુ. અલ્લાહ તમને દરેક પગલા પર મદદ કરે. તમે વધુ લોકોને પ્રેરિત કરો.
Advertisement