Gujarat Exclusive > દેશ-વિદેશ > પ્રજાસત્તાક પર્વે ઈતિહાસ રચશે ભાવના કાંત, પરેડમાં સામેલ થનાર પ્રથમ મહિલા પાયલોટ બનશે

પ્રજાસત્તાક પર્વે ઈતિહાસ રચશે ભાવના કાંત, પરેડમાં સામેલ થનાર પ્રથમ મહિલા પાયલોટ બનશે

0
112

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં યોજાનાર રિપબ્લિક ડેની પરેડ (Republic Day Parade) આ વખતે ઐતિહાસિક હશે. ભારતીય વાયુસેનાની (Indian Airforce) ઝાંકીમાં મહિલા સશક્તિકરણનો સંદેશ આપવામાં આવશે, કારણ કે પ્રથમ વખત કોઈ મહિલા ફાઈટર પાયલોટ (Woman Fighter Pilot) તેમાં ભાગ લેશે.

આ ગૌરવ પ્રાપ્ત કરનારી ફ્લાઈટ લેફ્ટિનેન્ટ ભાવના કાંત (Bhawana Kanth) દેશની પ્રથમ મહિલા ફાઈટર પાયલોટોમાંથી (Woman Fighter Pilot) એક છે. એરફોર્સની (Indian Airforce) ઝાંકીમાં ફાઈટર વિમાન, ફાઈટર હેલિકૉપ્ટર અને સુખોરી ફાઈટર વિમાન સામેલ થશે. હાલ ભાવના (Bhawana Kanth)રાજસ્થાનના એક એરબેઝ પર તૈનાત છે. જ્યાં તે મિગ-21 ફાઈટર વિમાન ઉડાવે છે.

આ અંગે ભાવનાના (Bhawana Kanth) પિતા તેજ નારાયણે જણાવ્યું કે, મને મારી પુત્રી પર ગર્વ છે. દીકરીઓને નજરઅંદાજ ના કરવી જોઈએ. તેમને તક આપવામાં આવે, તો તે ચોક્કસ મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે.

ભાવનાને મળી ચૂક્યું છે “નારી શક્તિ સમ્માન”
ભાવના (Bhawana Kanth) મૂળ બિહારના દરભંગા જિલ્લાની રહેવાસી છે. ભાવના કાંત 2016માં ફાઈટર પાયલોટ તરીકે એરફોર્સમાં સામેલ થઈ હતી. વર્ષ 2020માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભાવનાને (Bhawana Kanth) નારી શક્તિ પુરસ્કારથી સમ્માનિક કરી હતી. ભાવનાએ જણાવ્યું કે, હું નાનપણથી ટીવી પર રિપબ્લિક ડેની પરેડ જોતી આવી છું અને હવે તેનો ભાગ બનવું મારા માટે સમ્માનની વાત છે.

આ પણ વાંચો: સુરતમાં અકસ્માત સર્જનારા ડમ્પરના ડ્રાઈવર-ક્લીનર નશામાં હોવાની પોલીસને આશંકા

રાફેલ પણ બનશે પરેડનો હિસ્સો
એરફોર્સના જણાવ્યા મુજબ, ફાઈટર જેટ રાફેલ પણ પ્રજાસત્તાક પર્વ પર પરેડમાં (Republic Day Parade) સામેલ થશે. રાફેલના “વર્ટિકલ ચાર્લી ફૉર્મેશન”માં ઉડાન ભરવા સાથે ફ્લાઈપાસ્ટનું સમાપન થશે. આ દરમિયાન રાફેલ ઓછી ઊંચાઈ પર ઉડાન ભર્યા બાદ ઉપર જશે અને આકાશમાં કરતબ બતાવીને એક ચોક્કસ ઊંચાઈ પર સ્થિર થઈ જશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9