Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ભાવનગરમાં ઈકો કાર નદીમાં તણાઈ, 3 લોકો ગુમ

ભાવનગરમાં ઈકો કાર નદીમાં તણાઈ, 3 લોકો ગુમ

0
941

ભાવનગર નજીક આવેલ આખલોલ નજીક નાળા પાસે પાણીમાં એક ઇકો કાર તણાઈ હોવાની ઘટના સામે આવી છે. અહીં પુલનું કામ ચાલુ હોવાને કારણે રોડને ડાઇવર્જન આપવામાં આવ્યું હતું.
જો કે ડાઇવર્જન તૂટી જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત સમયે કારમાં કુલ 6 લોકો સવાર હતા, જે અમદાવાદના વસ્ત્રાલના રહેવાસી હોવાનું માલૂમ પડ્યું છે. આ ઘટનાની જાણ થતા ભાવનગર ફાયર બ્રિગેડે બચાવની કામગીરી હાથ ધરી હતી. જેમાં કાર મળી આવી છે. આ ઉપરાંત કારમાં સવાર 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 3 લોકો હજુ પણ ગુમ જાણવા મળી રહ્યા છે.