Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મનપા ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ વેટરનરી ડોકટરને સોંપાયો

મનપા ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ વેટરનરી ડોકટરને સોંપાયો

0
82
  • ભાવનગર મહાનગરપાલિકાનો મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો

  • લાયકાત ધરાવતી વ્યક્તિને ચાર્જ સોંપવાની માંગણી

અમદાવાદ: ભાવનગર મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર (ઇલેકટ્રીકલ / મીકનીકેલ) ચેતન વ્યાસ 31મી ઓક્ટોબરે નિવૃત થવાના છે. જેથી વહિવટી સરળતા ખાતર તેમના હસ્તકના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગનો તેમ જ ફલડ કંટ્રોલ વિભાગનો વધારાનો હવાલો વેટરનરી ઓફિસર એમ.એમ. હિરપરાને તેમ જ રોશની વિભાગનો વધારાનો હવાલો અધિક મદદનીશ ઇજનેર (ઇલે. / મીકેનીકલ) ધર્મેશ કેવડિયાને સોંપવાના ભાવનગર મહાનગરપાલિકાના ડીવાએમસીના હુક્મથી વિવાદ થયો છે. આ વિવાદ છે ક ગાંધીનગર સ્થિત રાજય અગ્નિ નિવારણ સેવાઓ પાસે પહોંચ્યો છે. ત્યાં સુધી કે શહેરી વિકાસ અને શહેરી ગુહ નિર્માણ વિભાગને પણ આ પત્રની નકલ મોકલી છે.

ભાવનગર મહાનગરપાલિકાની ગાર્ડન કમિટીના ચેરમેન ડી.ડી. ગોહીલે રાજય અગ્નિ નિવારણ સેવાઓના નિયામકને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ભાવનગર મહાનગરપાલિકાનો એરિયો વિશાળ છે. તાજેતરમાં સુરત અને અમદાવાદ ખાતે આગની ઘટનાથી ઘણાં લોકોના મરણ થયા છે. તેમ જ ઘણી જાનમાલની નુકસાની પણ થઇ હતી. આ બાબતને ધ્યાને લેતાં ભાવનગર મહાનગરપાલિકામાં ફાયરના વડા તરીકે તાલીમ લીધેલા અધિકારી હોવા જરૂરી છે.

આ પણ વાંચો: કોમર્શિયલ રસ્તા બાદ હવે રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડવાનું શરૂ

ત્યારે ભાવનગર મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ મહાનગરપાલિકાના વેટરનરી ડોકટરને આપ્યો છે તેઓ ફાયરની કોઇ તાલિમ લીધી ન હોવાથી આકસ્મિક સેવાઓમાં જયાં લોકોના જાનમાલનું રક્ષણ કરવાનું હોય કે પછી ફાયર સેફ્ટી બાબતે ત્વરિત નિર્ણય લેવાનો હોય તેવામાં આવા ફાયરની ઉચ્ચ તાલિમ ન લીધેલા અધિકારીને ચાર્જ સોંપવાનું યોગ્ય નથી.

ભાવનગર શહેરની જાહેર જનતાના જાનમાલના રક્ષણ અને જાહેર સુખાકારીની બાબતને ધ્યાનમાં લેતાં ફાયર સેફ્ટીનું સઘન ચેકીંગ થવું જોઇએ. તેના માટે ફાયરની તાલીમ લીધી હોય તેવા કર્મચારી કે અધિકારીને આ ખાતાના વડા બનાવવા જરૂરી છે.

આ પણ વાંચો: બ્રેકઅપ બાદ યુવકે પ્રેમિકાના ડેટિંગ પાછળ ખર્ચેલા પૈસા પરત મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી

વધુમાં જણાવ્યું છે કે, ભાવનગર મહાનગરપાલિકાના ફાયર શાખામાં છેલ્લાં 25 વર્ષથી ફરજ બજાવતાં પદ્યુમનસીંહ જાડેજા કે જેઓએ ભારત સરકારના ગુહ મંત્રાલયના નેજા હેઠળ આવેલા નેશનલ ફાયર સર્વિસ કોલેજથી સબ ફાયર ઓફીસર અને ડીવીઝનલ ફાયર ઓફીસર (એડવાન્સ ડીપ્લોમા ઇન ફાયર એન્જીનીયરીંગ) ની તાલીમ લીધેલી છે. તેઓ લાયકાત ધરાવતા હોવાથી બીજા કોઇ યોગ્ય અધિકારીની ચીફ ફાયર ઓફીસર તરીકે નિમણૂંક ના કરાય ત્યાં સુધી તેમને આ ચાર્જ આપવો જોઇએ.