Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ડૉક્ટરનાં વેશમાં 14 વર્ષનાં કોરોનાગ્રસ્ત સગીર સાથે સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્યનો પ્રયાસ

ડૉક્ટરનાં વેશમાં 14 વર્ષનાં કોરોનાગ્રસ્ત સગીર સાથે સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્યનો પ્રયાસ

0
725
  • માતા પુત્રને લઇ સુરતથી ભાવનગર આવી હતી

  • માતા-પુત્ર બંનેને કોરોના પોઝિટિવ આવ્યો હતો

ભાવનગરઃ  શહેરમાં4 જુલાઇનાં રોજ  એક કોરોના પોઝિટિવ સગીર બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યના પ્રયાસની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. એક મહિલા તેનાં 14 વર્ષનાં પુત્રને લઇ પોતાને પિતાને ત્યાં સુરતથી ભાવનગર આવી હતી. જેમાં માતા અને પુત્ર બંનેને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને સર.ટી. હોસ્પિટલનાં કેન્સર વિભાગ ખાતે કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યાં હતાં. 14 વર્ષીય પુત્રને થોડી રિકવરી આવતા તેને ત્યાંથી ખસેડીને ગર્લ્સ સમરસ હોસ્ટેલનાં એક રૂમમાં રાખવામાં આવ્યો હતો જ્યાં આ કિશોર સાથે એક શખ્સે કોરોનાની સારવાર કરવાના બહાને માસ્ક પહેરી ડૉક્ટરનાં વેશમાં આવીને તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યાની કોશિશ કરી હતી. જેને કારણે તેની માતાએ આ ઘટનાને લઇ યોગ્ય તપાસની માંગ કરી છે.

આ પણ વાંચોઃ  દેશની સૌથી લાંબી ટ્રેન “શેષનાગ”, VIDEO જોઇ ‘એનાકોન્ડા’ની યાદ આવી જશે

નરાધમે કિશોરને કંઇ પણ નહીં કહેવાની ધમકી આપી હતી

ભાવનગરમાં આવેલી ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં કોરોના પોઝિટિવ એક 14 વર્ષીય કિશોર સાથે ડૉક્ટરનાં વેશમાં આવેલા એક શખ્સે કોરોનાની સારવારને બહાને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની કોશિશ કરી હતી. આ શખ્સે તે કિશોરને ધમકાવી આ બાબતે કોઈને પણ કંઇ ન કહેવા જણાવ્યું હતું. પરંતુ સાંજે આ કિશોરે પોતાની માતાને આ બાબતે જાણ કરતા માતા હેબતાઈ ગઈ હતી. મહિલાએ આ અંગેની જાણ તાકીદે કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીને પણ કરી હોવાનું જણાવ્યું હતું. જ્યારે પોલીસ કંટ્રોલ પર બે દિવસ સુધી કોઈ ફોન ન ઉપાડતા અંતે વકીલ મારફતે આ ઘટનામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી અને તેમનાં બાળક સાથે થયેલા સૃષ્ટિ વિરૂદ્ધનાં કૃત્ય અંગે દોષિતને ઝડપી પાડવાની માતાએ તપાસની અને ન્યાયની માંગ કરી છે.

શખ્સે માસ્ક પહેર્યું હોવાંથી બાળક ઓળખી ન શક્યો

ધોળા દિવસે સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં જો કોઇ શખ્સ આ રીતે ખોટા ડૉક્ટરનાં વેશમાં આવીને સારવારને બહાને સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની કોશિશ કરે તે એક ગંભીર બાબત છે. અહીં CCTV કેમેરા છે પરંતુ તે શરૂ છે કે કેમ તે જોવું રહ્યું. આ ઘટનામાં બાળક તે શખ્સે માસ્ક પહેરેલું હોવાંથી તેને તે ઓળખી ના શક્યો. હવે આ ઘટનામાં પોલીસ કોઈ કાર્યવાહી કરે તેવી માગ  માતા દ્વારા કરવામાં આવી રહી છે.