Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ભાવનગરના મહુવા પોલીસ બેડામાં ફફડાટ, DYSP સહિત 40 પોલીસકર્મીઓ કોરોનાગ્રસ્ત

ભાવનગરના મહુવા પોલીસ બેડામાં ફફડાટ, DYSP સહિત 40 પોલીસકર્મીઓ કોરોનાગ્રસ્ત

0
149
  • ભાવનગર જિલ્લાનાં મહુવા પોલીસ સ્ટેશનમાં કોરોના ભારે વકર્યો
  • માત્ર 4 પોલીસકર્મીની જ પોલીસ સ્ટેશનમાં હાજરી
  • ગુજરાતમાં કોરોના વાયરસનો કુલ આંક 1 લાખ 18 હજારને પાર

મહુવા : રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લાનાં મહુવા પોલીસ સ્ટેશનમાં કોરોના વાયરસ (bhavnagar corona news) ભારે વકર્યો છે. મહુવા પોલીસ સ્ટેશનમાં DYSP સહિત 40 પોલીસકર્મીઓ કોરોનાગ્રસ્ત જોવા મળ્યાં છે. જેને કારણે હાલમાં માત્ર 4 પોલીસકર્મીની જ પોલીસ સ્ટેશનમાં હાજરી જોવા મળી રહી છે. અમદાવાદ, રાજકોટ, સુરતની જેમ ભાવનગર જિલ્લામાં પણ કોરોના વાયરસનું સંક્રમણ ધીરે-ધીરે ગ્રામ્ય વિસ્તારો સુધી જોવા મળી રહ્યું છે. ત્યારે મહુવા પોલીસ સ્ટેશનમાં DYSP, PI સહિત 40 કર્મી કોરોના પોઝિટિવ આવતા પોલીસ બેડામાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણ (bhavnagar corona news) ના વધુ 1,351 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 10 દર્દીઓના દુ:ખદ મોત થયા છે. માહિતી મુજબ વધુ 1334 દર્દીઓ સાજા થયા છે. આ સાથે હવે કુલ સાજા થયેલ દર્દીઓનો આંકડો 1,18,565 એ પહોંચ્યો છે અને સાજા થવાનો દર 85.46 ટકા થયો છે.

આ પણ વાંચો: હવે અકસ્માતમાં મદદ કરતા ખચકાતા નહીં, કેન્દ્ર સરકારે નિયમોમાં કર્યો બદલાવ

આજે વધુ 1,351 કોરોના કેસ નોંધાયા છે. આ સાથે હવે રાજ્યમાં કુલ કોરોના (bhavnagar corona news) સંક્રમિત દર્દીઓનો આંકડો 1,38,745 એ પહોંચ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 10 દર્દીઓના મોત થયા છે. તેથી મૃત્યુઆંક 3,463 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસની વાત કરીએ તો સંખ્યા 16,717 એ પહોંચી છે. વિવિધ જિલ્લા પ્રમાણે વાત કરીએ તો સુરત કોર્પોરેશનમાં 176 નવા કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 112 કેસ નોંધાયા છે. કુલ 4 દર્દીઓના મોત થયા છે.

આ સિવાય અમદાવાદ શહેરની જો વાત કરીએ તો કોર્પોરેશનમાં 172 નવા કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્યમાં 21 નવા કેસ (bhavnagar corona news) નોંધાયા છે. અમદાવાદમાં કુલ 3 દર્દીઓનાં મોત થયા છે. રાજકોટની વાત કરીએ તો કોર્પોરેશનમાં 108 અને ગ્રામ્ય વિસ્તારમાં 47 નવા કોરોના કેસ નોંધાયા છે. વડોદરામાં કોર્પોરેશનમાં 93 અને ગ્રામ્યમાં 41 નવા કેસ નોંધાયા છે. વડોદરામાં કુલ 1 દર્દીનું મોત નિપજ્યું છે. જામનગરમાં પણ કોર્પોરેશનમાં 69 અને ગ્રામ્યમાં 23 નવા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: સ્કૂલ સંચાલકોની ડેડલાઈન, આ તારીખ સુધી ફી ભરનાર વાલીઓને જ રાહત