Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ભાવનગર-અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે લોકોના મોત

ભાવનગર-અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે લોકોના મોત

0
352

મૃતદેહોને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવાઇ Bhavnagar Ahmedabad Road Accident 

અમદાવાદ: આજે વહેલી સવારે ભાવનગર-અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. આ અકસ્માત પીપળી વટામણ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. મૃતદેહોને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવાઇ હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. Bhavnagar Ahmedabad Road Accident 

મળતી માહિતી મુજબ ભાવનગર-અમદાવાદ હાઇવે પર પીપળી વટામણ રોડ પાસે ટ્રક અમદાવાદ તરફ જઇ રહ્યો હતો, જે સામેથી આવતી કાર સાથે અથડાયો હતો. અકસ્માતનો ભોગ બનનાર કાર તેલંગણા પાસિંગની છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કારના આગળના ભાગના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. કારમાં 5 લોકો સવાર હતા. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યુ હતુ. બનાવની જાણ થતાં લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી. Bhavnagar Ahmedabad Road Accident 

આ પણ વાંચો: અમદાવાદ: જુહાપુરામાં 8 દુકાનોમાં લાગેલી આગ ભારે જહેમત બાદ કાબૂમાં

બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. મૃતદેહોને બહાર કાઢવા ક્રેઇન બોલાવી હતી. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક ઇજાગ્રસ્તની હાલત ગંભીર જણાઇ આવતા તેને ધોળકા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બે મૃતદેહોને પીએમ અર્થે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9