Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ભરુચમાં વેલફેર કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં ભીષણ આગ, દર્દીઓ સહિત 15 જીવતા ભૂંજાયા

ભરુચમાં વેલફેર કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં ભીષણ આગ, દર્દીઓ સહિત 15 જીવતા ભૂંજાયા

0
42

મોડી રાત્રે અમાનક આગ લાગતા અફડાતફડી, મૃત્યુઆંક વધવાની સંભાવના

ભરુચઃ મોડી રાત્રે ભરુચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં પણ અચાનક આગ (Bharuch Welfare Hospital Fire) )ફાટી નીકળતા 15લોકોનાં મોત થઇ ગયા.એક તરફ લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે. તો બીજી બાજુ હોસ્પિટલોમાં આગની ઘટનાઓનો સિલસિલો ચાલુ રહેતા માનવી જીવતા ભૂંજાઇ રહ્યા છે. ભરુચની ઘટનામાં 12 કોરોના દર્દીઓ ભોગ બન્યા. અનેક લોકો દાઝી ગયા હોવાથી મૃત્યુઆંક વધવાની સંભવાના પણ છે.

હજુ બે દિવસ પહેલાં જ મુંબઇ થાણેના મુંબ્રા તાલુકામાં બે દેવસ પહેલાં લાગેલી આગમાં 4નાં મોતની યાદ તાજી જ છે. ત્યારે ભરૂચ જંબુસર બાયપાસ રોડ પર પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગની ઘટના બની. તેને પગલે ભારે અફડાતફડી સર્જાઇ હતી.

ગત વર્ષે જ હોસ્પિટલને કોવિડ ડેઝિગ્નેટેડ કરાઇ

હોસ્પિટલને ગત વર્ષે જ ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. તેમાં ભરૂચના અનેક કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી હતી.

Bharuch Welfare Hospital Fire

હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે.હોસ્પિટલમાં આગ (Bharuch Welfare Hospital Fire)લાગી હોવાની વાત વાયુ વેગની જેમ ફેલાતા ભરૂચના પશ્ચિમ વિસ્તારના 5થી 6 હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાડા કરી રહ્યાં હતા.

40થી વધુ ફાયર ટેન્ડર-એમ્બ્યુલનસ બચાવ કામગીરીમાં

40 ઉપરાંત ફાયર ટેન્એડર અને મ્બ્યૂલન્સ ઘટનામાં બચાવ કામગીરીમાં લાગી હતી. તેમજ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયર બ્રીગેડના 12થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગી છે. હોસ્પિટલમાં આગ લાગી ત્યારે ICU વોર્ડમાં 27 દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જેમાંથી અનેક દર્દીઓ બેડ પર જ જીવતા ભડતું થઈ ગયા હોવાના એહવાલ સાંપડ્યા છે.

Bharuch welfare hospital fire1

ગુજરાતમાં કોરોનાની મહામારી સાથે સાથે કોવિડ-19 હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ પણ મહામારીની જેમ બેફામ બની છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટમાં પણ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ ICUની આગમાં લપેટાયા છે. છેલ્લા એક વર્ષમાં ભરૂચની ઘટના મળી પાંચ અગ્નિકાંડ થયા છે.

આઈસીયુમાં વેન્ટિલેટર સહિતનો સામાન જે પ્રકારે બળેલી હાલતમાં જોવા મળી રહ્યા છે તેને જોતા આગની ભયાનકતાનો ચિતાર મળી શકે છે. (Bharuch Welfare Hospital Fire)

હૉસ્પિટલમાં કુલ 58 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા

આ દુર્ઘટનામાં મૃતાંક વધવાની પણ સંભાવના છે. આગ (Bharuch Welfare Hospital Fire) લાગતા અન્ય દર્દીઓને બીજી હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. રાત્ર  40 ફાયર ફફાઇટર સહિત જિલ્લા પોલીસનો કાફલો અને ફાયરના ફાઇટરો રાહત અને બચાવની કામગીરીમાં લાગી ગયા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat