Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ભરુચ વેલફેર હોસ્પિટલનો મૃતાંક 18 થયો, CMએ તપાસ માટે બે IASને મોકલ્યા, 4-4 લાખની સહાય જાહેર

ભરુચ વેલફેર હોસ્પિટલનો મૃતાંક 18 થયો, CMએ તપાસ માટે બે IASને મોકલ્યા, 4-4 લાખની સહાય જાહેર

0
51

વેલ્ફેર મેં… આગ લગી હૈ… બહોત લોગ શહીદ હો ગયે હૈ… દુઆ કરો અલ્લાહ આફત કો ટાલ દે… ઘટનાનો ઓડિયો વાયરલ

ભરુચ/ગાંધીનગરઃ ભરુચ વેલ્ફેર હોસ્પિટલમાં આગ (Bharuch welfare fire Update)નો આંકડો 18 થઇ ગયો. રાજ્ય સરકારે તપાસ માટે બે સિનિયર IAS અધિકારીને ઘટનાસ્થળે મોકલ્યા છે. જ્યારે હૃદયદ્રાવક ઘટનાના ઓડિયો બહાર આવતા સાંળનારાને ધ્રુજારી છુટી રહી છે કે આગ કેટલી ભયાનક હશે.

ભરુચની કોવિડ ડેજિગ્નેટ વેલ્ફેર હોસ્પિટલમાં શુક્રવારની મોડી રાત્રે ICU વોર્ડમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં 12 દર્દી સહિત સવારે 14 લોકોનાં મોતનાં અહેવાલ હતા. પછીથી વધુ બે દર્દીના સાથે મૃત્યુઆંક 16 થયાનું જણાયું છે. ઘટના વખતે હોસ્પિટલમાં કુલ 50થી વધુ અને આઇસીયુમાં 27 પેશન્ટ હોવાનું કહેવાય છે. તેથી મૃત્યુઆંક હજુ વધવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ ભરુચમાં વેલફેર કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં ભીષણ આગ, દર્દીઓ સહિત 15 જીવતા ભૂંજાયા

મૃતકોના પરિવારને સીએમ રુપાણીની સાંત્વના

ઘટનાને પગલે મુખ્ય મંત્રી વિજય રુપાણીએ ત્વરિત નિર્ણય લઇ તપાસ માટે રાજ્યના બે સીનિયર અધિકારીઓને ભરુચ રવાના કર્યા. સાથે મૃતકો પ્રત્યે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ સંવેદના પ્રગટ કરી તેમના પરિવારજનોને સંત્વના પાઠવી છે. ઉપરાંત મૃતકોના પરિવરજનને 4-4 લાખ રુપિયાની આર્થિક સહાય જાહેર કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસ (Bharuch welfare fire Update)માટે રાજ્યના બે સિનિયર અધિકાર શ્રમ રોજગાર ના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને કમિશનર મ્યુનિસિપાલિટીઝ એડમીનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલને ભરૂચ તાત્કાલિક પહોંચવા અને આ ઘટનાની તપાસ કરવા ના આદેશ કર્યા છે. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું છે કે રાજ્ય સરકાર આ દુર્ઘટનાની ન્યાયિક તપાસ સોંપવાની દિશામાં પણ કાર્યવાહી કરી રહી છે.

દરમિયાન ભરુચ વેલ્ફેર હોસ્પિટલની આગ અંગે હોસ્પિટલમાંથી જ જારી કરાયેલો સોશિયલ મીડિયા પર આવતા સાંભળીને લોકોને ધ્રુજારી છુટી રહી છે. એક ભાઇ કહેતા સંભળાય છે કે

આ પણ વાંચોઃ કોરોના કેરઃ અમદાવાદમાં રોજના 275 ટનની જરુરિયાત સામે મળે છે 225 ટન ઓક્સિજન

બહોત ખરાબ હાલત હે…અલ્લાહ હિફાઝત કરે

‘વેલ્ફેરમાં બહોત બુરી આગ લગી હે…બહોત સે કોવિડ પેશન્ટ કા ઇંતકાલ હો ગયા હે…. જિસ કે પાસ ફોર વ્હીલ હો વો જલ્દ સે જલ્દ ફોર વ્હીલ લેકે આયે…બહોત જરરૂત હે…પેશન્ટ કો બહાર ગામ શિફ્ટ કરના હે…બિચારે બહોત લોગ શહીદ હો ગયે..દુઆ કરો અલ્લાહ આફત કો ટાલ દે…બહોત લોગો કો ઇંતકાલ હો ગયા હે…’

હોસ્પિટલની અંદર ફસાયેલા લોકો અને દર્દીઓ પણ મદદ માટે પોકારી રહ્યાં હતા અને ઓડિયો મેસેજ પોતાના પરિવારજનો અને મિત્રોને મોકલી રહ્યાં હતા. આવા જ એક ઓડિયો મેસેજમાં એક ભાઇ કહે છેકે કમસેકમ 50 લોગ જલ ગયે….બહોત ખરાબ હાલત હે…અલ્લાહ હિફાઝત કરે…દુઆ કરના. Bharuch welfare fire Update

જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં આગની ઘટના ખુબજ દુઃખદ અને આઘાતજનક ગણાવીને મૃતકોના આત્માને શાંતિ મળે અને પરિવારને આ દુઃખદ ઘડીમાં હિંમત મળે તેમજ ઘાયલ દર્દીઓ જલ્દી સ્વસ્થ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી છે.

આ પણ વાંચોઃ ઇઝરાયલમાં ધાર્મિક ઉત્સવમાં નાસભાગ થતાં સેંકડો ચગદાયા, 44નાં મોત અને 100થી વધુ ઘાયલ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat