Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ભરુચમાં 10 રુપિયા આપવા બાબતે પાડોશીએ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

ભરુચમાં 10 રુપિયા આપવા બાબતે પાડોશીએ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

0
100

ભરૂચના મક્તમપુર બોરભાઠા બેટ વિસ્તારમાં 10 રૂપિયા માટે યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ બનાવને લઈ પંથકમાં ભારે ચકચાર જોવા મળી રહી છે. મૃતક યુવાને તેની પાડોશમાં જ રહેતા વ્યકિતને 10 રૂપિયા આપવાનો ઈન્કાર કરતા ઉશ્કેરાયેલા પાડોશીએ ધારિયાનો ઘા મારી હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર, ભરૂચના મકતમપૂર બોરભાઠા બેટ વિસ્તારમાં આવેલ ટેકરા ફળિયામાં રહેતા 45 વર્ષીય સતપાલસિંગ રાઠોડ તેમની પાડોશમાં રહેતા દેવન વસાવાએ માથામાં ધારિયાના ઘા મારી દેતા તેઓ લોહી લુહાણ થઈ ઢળી પડ્યા હતા. આ અંગે આસપાસના લોકોને જાણ થતા તેઓ તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે સારવાર મળે એ પૂર્વે જ તેઓનું મોત નીપજયું હતું.

આ અંગે પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળતી વિગત મુજબ આરોપી દેવેન વસાવાએ મૃતક પાસે 10 રૂપિયાની માગણી કરી હતી. જે ભોગ બનનારે આપવાનો ઈન્કાર કરતા ઉશ્કેરાઈને હત્યા નિપજાવી હતી. બનાવના પગલે સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat