Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ભરુચમાં કોરોના દર્દીઓ માટે ખાનગી હોસ્પિટલ બની લૂંટની દુકાન, ICUનું 1 દિવસનું ભાડુ રુ.20,000

ભરુચમાં કોરોના દર્દીઓ માટે ખાનગી હોસ્પિટલ બની લૂંટની દુકાન, ICUનું 1 દિવસનું ભાડુ રુ.20,000

0
74

આખા ભારતમાં દરેક વસ્તુ માટે ભાવતાલ થાય છે, માત્ર મેડિકલમાં નહીં, જેનો લાભ ઉઠાવી રહ્યા છે

ભરુચઃ કોરોનાએ ભારતભરને ભરડામાં લીધો છે. ત્યારે ઘણા સ્થળે હોસ્પિટલ (Bharuch hospital bill) લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી રીતસર લૂંટ ચલાવી રહી છે. ભરુચમાં એવા કિસ્સા સામે આવ્યા છે. જ્યાં હોટલના સુપર ડિલક્ષ રુમ કરતા પણ જનરલ વોર્ડનું ભાડું વધારે છે. તો આઇસીયુનું એક દિવસનું ભાડુ તો 20 હજાર રુપિયા જેટલું છે. આખા ભારતમાં દરેક વસ્તુ માટે ભાવાતાલ થાય છે, માત્ર ડોક્ટરોને ત્યાં નહીં. જેથી હોસ્પિટલ કે ડોક્ટરો જે કહે તે આપવા દર્દી અને તેમના સગા મજબૂર થાય છે.

પ્રાપ્ચ વિગત મુજબ ભરુચ જેવા મધ્યમ શહેરમાં હોસ્પિટલો જનરલ રુમનો એક જદિવસનો ચાર્જ 6000 રુપિયા જેટલો વસુલી રહી છે. જ્યારે અહીંની 3 સ્ટાર હોટલોનું ડીલક્ષ રુમનું પ્રતિ દિનનું ભાડું 3500 અને સુપર ડિલક્ષ રુમનું ભાડુ 4500 રુપિયા જેટલું છે.

હોટલમાં લકઝરી સ્યૂટનું ભાડુ 12000 રુપિયા

જ્યારે શહેરની લકઝ્યુરિયસ હોટલના એક્ઝિક્યુટિવ લકઝરી સ્યૂટનું ભાડુ 12000 રુપિયા છે. તો ખાનગી હોસ્પિટલો (Bharuch hospital bill)માં આઇસીયુનો ચાર્જ 15000થી 20,000 રુપિયા લેવામાં આવી રહ્યો છે. આટલો ખર્ચ કરીને પણ દર્દીના બચવાની ગેરંટી તો બિલકુ નહીં. પરિણામે ખાનગી હોસ્પિટલોના ચાર્જ સરકાર નક્કી કરે તેવી માગ ઊઠી છે. આ બધુ જાણી ડોક્ટરોને ભગવાનનો દરજ્જો આપનારા સામે પ્રશ્ન થાય છે.

દર્દીનું બિલ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઘટસ્ફોટ

સોમવારે ભરૂચની એક ખાગી હોસ્પિટલે કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીના સગાને આપેલુ બિલ વોટ્સ એપ પર વાઇરલ થતા હોસ્પિટલની લૂંટનો પર્દાફાશ થયો આ ખાનગી હોસ્પિટલમાં દર્દી 11 દિવસ દાખલ રહ્યું હતું. જેના જનરલ વોર્ડનું ભાડું રોજનું 6000 ગણાયું છે.

ત્રણ ડોક્ટરનો દિવસનો વિઝિટ ચાર્જ કુલ 4500 રુપિયા

નરસિંગ ચાર્જ રોજના 1000, ઓક્સિજન ચાર્જ દરરોજ 2000, એક ડોક્ટરની રોજની 2 વખત વિઝીટના 1500, બીજા ડોક્ટરની રોજની એક વિઝીટના 2000 અને ત્રીજા ડોક્ટરની રોજની એક વિઝીટના રોજના 1200 ચાર્જ લગાવવામાં આવ્યો હતો.

આટલું ઓછું હોય તેમ રોજના બાયોમેડીકલ વેસ્ટના 600 ચાર્જ લગાવી કુલ 11 દિવસના 600 મળી બીલિંગ કરાયું હતું. આમાં દવાઓ, ઇન્જેક્શન અને અન્ય રિપોર્ટ નો ખર્ચ તો ઉમેરાયો ન હતો. દર્દીના સગાએ 11 દિવસની કોરોના સારવારમાં લાખો રૂપિયા ખર્ચવા છતાં દર્દીનો જીવ બચી શક્યો ન હતો.

ખાનગી હોસ્પિટલોનો ભાવ સરકારે નકકી કરે તેવી માગ Bharuch hospital bill

ભરૂચના લોકો તંત્ર અને સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે, ખાનગી હોસ્પિટલોમાં પણ સરકાર રોજના નિયત ભાડા, ડોકટરી વિઝીટ, ઓક્સિજન અને આઇસીયું બેડ ચાર્જ, ઇન્જેક્શન, દવાઓ, નસિંગ ચાર્જ, બાયોમેડીકલ વેસ્ટ PPE કીટ સહિતના ભાવો નક્કી કરી દેખરેખ તેમજ નિયંત્રણ રાખે. કોરોનાના નામે લૂંટતી ખાનગી હોસ્પિટલો પર લગામ સાથે કાયદેસરની કાર્યવાહી જરૂરી બની છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat