Gujarat Exclusive > યુથ > મનોરંજન > ‘કોમેડી ક્વિન’ ભારતી અને તેના પતિ હર્ષને મોટો ફટકો, કોર્ટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા

‘કોમેડી ક્વિન’ ભારતી અને તેના પતિ હર્ષને મોટો ફટકો, કોર્ટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા

0
72

ભારતી અને હર્ષે પોતાના તરફથી જામીન માટે અરજી કરી દીધી  Bharti Singh

મુંબઈ: મનોરંજન જગતમાં ફરીથી એક વખત ડ્રગ્સ મામલાની ચર્ચા થવા લાગી છે. કૉમેડી ક્વિન ભારતી સિંહ (Bharti Singh)ની શનિવારે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા ગાંજો લેવાના ગુનામાં ધરપકડ કરી હતી. જે બાદ તેના પતિ હર્ષ લિમ્બાચિયા (Harsh Limbachiya)ની પણ પૂછપરછ બાદ આજે ધરપકડ કરવામાં આવી છે. જે બાદ આજે કોર્ટ તરફથી ભારતી અને તેના પતિ હર્ષને મોટો ફટકો મળ્યો છે.

એવું કહેવાય છે કે, હર્ષ (Harsh Limbachiya) અને ભારતી (Bharti Singh)એ NCB અધિકારીઓ સમક્ષ ડ્રગ્સ લેવાની વાતને સ્વીકારી હતી. જે બાદ બન્નેની ધરપકડ કરવામાં આવી હતી.

જે બાદ ભારતી અને હર્ષને અહીંની કિલા કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં સુનાવણીના અંતે કોર્ટે તેમને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો: ડ્રગ્સ કેસમાં ફસાયેલી ભારતી સિંહ પતિ કરતાં 7 વર્ષ છે મોટી, કંઈક આવી છે ‘કૉમેડી ક્વિન’ની કહાની

જો કે ભારતી (Bharti Singh) અને હર્ષે (Harsh Limbachiya) પોતાના તરફથી જામીન માટે અરજી કરી દીધી છે. જેની સુનાવણી સોમવારે થશે. ભારતી અને હર્ષ સાથે જે બે ડ્રગ્સ પેડલરોને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. તેમને પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, ડ્રગ્સ કેસમાં NCBનો ગાળિયો બોલિવૂડ અને ટેલિવિઝન જગતની હસ્તિઓ પર કસાતો જઈ રહ્યો છે. સુશાંત સિંહના મોતની તપાસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ સૌ પ્રથમ તેમાં રિયા ચક્રવર્તી ફસાઈ હતી. રિયા બાજ એક પછી એક અનેક બૉલિવુડ અને ટીવી સ્ટારનું નામ તેમાં ઉમેરાતું ગયું. હવે ડ્રગ્સ લેવા મામલે કોમેડિયન ભારતી સિંહનું નામ સામે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યાં છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9