Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 101 દિવસની જંગ બાદ ભરતસિંહ સોલંકી ડિસ્ચાર્જ, એશિયાની સૌથી લાંબી કોવિડ સારવાર

101 દિવસની જંગ બાદ ભરતસિંહ સોલંકી ડિસ્ચાર્જ, એશિયાની સૌથી લાંબી કોવિડ સારવાર

0
136
  • આખરે 101 દિવસની સારવાર બાદ ભરતસિંહ સોલંકીએ કોરોનાને માત આપી
  • 30 જૂનથી ભરતસિંહ સોલંકી સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં
  • કોરોના થાય તો વિશ્વાસ રાખવો અને તબીબોની સલાહ માનવી : ભરતસિંહ

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી (bharatsinh solanki corona news) આખરે 101 દિવસના જંગ બાદ કોરોનાને માત આપી ચૂક્યાં છે. તેઓ 101 દિવસ સુધી સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. ત્યારે આજે તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા કોંગ્રેસના કાર્યકરો તેઓને લેવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતાં. કહેવાય છે કે એશિયામાં સૌથી લાંબી કોવિડ સારવાર માનવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરતસિંહ સોલંકી 51 દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યાં હતાં. તેઓનો 22 જૂને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં 30 જૂનથી તેઓ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. પરંતુ અંતે 101 દિવસની સારવાર બાદ તેઓએ કોરોનાને હરાવ્યો છે. તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે, “મારું સ્વસ્થ થવું એ એક ચમત્કાર સમાન છે. જો કોરોના થાય તો પોતાનામાં વિશ્વાસ રાખવો અને તબીબોની યોગ્ય સલાહ પણ માનવી.”

આ પણ વાંચો: અમદાવાદીઓ માટે Good News, આજથી ખુલશે કાંકરિયા લેક-ફ્રન્ટ પરંતુ…

ભરતસિંહ સોલંકી (bharatsinh solanki corona news) હાઈ બ્લડપ્રેશર, કિડનીની બીમારી તેમજ દમની સમસ્યા સાથે તેઓ દાખલ થયા હતાં. 22 જુનના રોજ તેઓ કોરોના પોઝિટિવ આવ્યાં હતાં અને જેથી માંજલપુર સ્થિત બેંકર્સ સુપર સ્પેશિયલ હોસ્પિટલમાં એડમિટ થયાં હતાં. જ્યાં તેમની તબિયત વધુ લથડતા તેઓને અમદાવાદની CIMS હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં હતાં. ત્યારે 101 દિવસની જંગ બાદ આખરે તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ભરતસિંહ (bharatsinh solanki corona news) ની 101 દિવસની સારવાર બાદ કોરોના સામે જંગ ખેડતા તેમનામાં ઘણાં મેડિકલ ચેલેન્જીસ પણ આવ્યા છે. ભરતસિંહને જ્યારે સીમ્સમાં દાખલ કરવામાં આવ્યાં ત્યારે તેમની તબિયત વધારે ખરાબ હતી અને તેમના ફેફસામાં ઈન્ફેકશન સ્પ્રેડ થઈ ગયું હતું. ત્યાર બાદ તેઓને બાયપેપનો સહારો આપવો પડ્યો હતો. જો કે તેનાથી રીકવરીમાં ફેરફાર આવતા આખરે તેમને 51 દિવસ વેન્ટીલેટર પર પણ રાખવામાં આવ્યાં હતાં. વેન્ટીલેટર પર રાખ્યા બાદ પણ તેમનું ઓક્સીજન લેવલ મેન્ટેન થતું ન હતું અને ફેફસાં પણ કામ ન હોતા કરતાં. ભરત સિંહને એક વાર પ્લાઝમાં થેરેપી પણ આપવામાં આવી છે અને રેમડીસીવીર ઈન્જેકશન પણ આપવામાં આવતા હતાં.

ડૉકટરોનું કહેવું છે કે, “તેમની સાવાર સમયે ઘણી મેડિકલ સમસ્યાઓ પણ સામે આવી હતી. આ જે સમસ્યાઓ સામે આવી તેના પરથી કોરોનાની સારવાર કરવા માટે ઘણું બધું અમને શીખવા પણ મળ્યું છે અને જેથી હવે અન્ય કોરોના દર્દીઓને પણ અમે હવે સારી રીતે ટ્રીટ કરી શકીશું.”

આ પણ વાંચો:  ફાયર સેફ્ટી NOC : હાઇકોર્ટની ટકોર બાદ રૂપાણી સરકાર જાગી