Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ભારતને વિશ્વની મોટી આર્થિક મહાશક્તિ બનાવવાનો નવો પ્લાન! મોદી સરકારે ‘બ્લુ પ્રિન્ટ’ રજૂ કરી

ભારતને વિશ્વની મોટી આર્થિક મહાશક્તિ બનાવવાનો નવો પ્લાન! મોદી સરકારે ‘બ્લુ પ્રિન્ટ’ રજૂ કરી

0
549

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ગત સપ્તાહે G-20માં દુનિયાને દર્શાવ્યું કે, ભારત 5 લાખ કરોડ ડૉલરની આર્થિક મહાશક્તિ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. જેને લઈને આર્થિક સર્વેક્ષણમાં આના માટે બ્લૂ પ્રિન્ટની જાણકારી આપવામાં આવી છે. મુખ્ય આર્થિક સલાહકાર પ્રોફેસર કેવી સુબ્રમણ્યમે (K V Subramanian) પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, આગામી 5 વર્ષ સુધી 8 ટકાના દરે ગ્રોથ પ્રાપ્ત કરવા પર ભારત 5 લાખ કરોડ ડોલરની અર્થ વ્યવસ્થા બની શકે છે. જો કે તેમા અનેક પ્રકારનો પડકારોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

કેવી રેતી ભારત બનશે વિશ્વની આર્થિક મહાશક્તિ
આર્થિક સર્વેમાં (Economic Survey) કહેવામાં આવ્યું છે કે, આ લક્ષ્યને નાણાંકિય વર્ષ 2025 સુધીમાં પ્રાપ્ત કરવા માટે ભારતને 4 ટકા ફૂગાવા સાથે 8 ટકા વાર્ષિક ગ્રોથ રેટની જરૂરત છે સુબ્રમણ્યને નાણાંકિય વર્ષ 2020 માટે 7 ટકાનો વિકાસ દરનું અનુમાન લગાવ્યું છે.

સુધારાના સંકેત મળ્યા
આર્થિક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, રોકાણ નીચલા સ્તર પર છે, પરંતુ તેમાં સુધારાના સંકેત મળી રહ્યા છે. 2020માં રોકાણમાં તેજી આવી શકે છે. શ્રેષ્ઠ આર્થિક પ્રદર્શનની આશા વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે કે, તબક્કાવાર સુધારો થઈ રહ્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય અનુભવ દર્શાવે છે કે, આવી વૃદ્ધી બચત, રોકાણ અને નિકાસના સારા ચક્ર દ્વારા જ બનાવી શકાય છે. રોકાણ, વિશેષ ટેક્સ ખાનગી રોકાણ મુખ્ય પ્રેરકબળ છે. જે માંગ, ક્ષમતા, નિર્માણ અને શ્રમ ઉત્પાદક્તામાં વૃદ્ધી કરે છે.

5 લાખ કરોડ અમેરિકી ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાની રણનીતિની રૂપરેખ બનાવ્યા બાદ આ લક્ષ્ય માટે નીતિઓમાં અવારનવાર સુધારો કરવો આવશ્યક હશે.

ચીનનું ઉદાહરણ આપતા જણાવવામાં આવ્યું કે, તેણે વપરાશમાં ઘટાડો કરવા સાથે બચત અને રોકાણ પર વિશેષ ભાર મૂક્યો છે. ચીન એક રોકાણલક્ષી અર્થ વ્યવસ્થા પર કાયમ છે, જ્યાં આજે પણ તેના રોકાણ અને બચતના દર 2017માં GDPના લગભગ 45 ટકા સુધી પહોંચી ગઈ હતી.

આર્થિક સર્વેક્ષણ 2019: નાણાકીય વર્ષ 2019-20માં જીડીપી ગ્રોથ 7 ટકા રહેવાનું અનુમાન