ખંડવા: કોંગ્રેસની ભારત જોડો યાત્રા ચર્ચામાં છે. આ યાત્રાની આગેવાની ખુદ રાહુલ ગાંધી કરી રહ્યા છે, તેમની સાથે આ યાત્રામાં તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ સામેલ થયા છે. આ યાત્રા મહારાષ્ટ્રથી નીકળીને આ સમયે મધ્ય પ્રદેશના પડાવ પર છે. ગાંધી પરિવારના નેતૃત્વમાં કોંગ્રેસ સમર્થકોએ ખંડવાના બોરગામથી માર્ચની શરૂઆત કરી છે. રાહુલ અને પ્રિયંકા ખરગોન ગયા પહેલા સ્વતંત્રતા સેનાની અને આદિવાસી આઇકન ટંટિયા ભીલના જન્મસ્થળની મુલાકાત લેશે.
Advertisement
Advertisement
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો મધ્ય પ્રદેશમાં બીજો દિવસ છે. ખંડવાથી શરૂ થયેલી આ યાત્રામાં પ્રિયંકા ગાંધી પણ સામેલ થયા છે. રૉબર્ટ વાડ્રા પણ પ્રિયંકા ગાંધી સાથે છે. બીજી તરફ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને સચિન પાયલોટ પણ યાત્રામાં સાથે ચાલી રહ્યા છે. સમર્થકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે આ યાત્રા 23 કિલોમીટર સુધી ચાલશે. રાહુલ ગાંધીના રસ્તામાં રૂસ્તમપુરથી ટંટ્યા ભીલના જન્મસ્થળે જશે અને ત્યા એક જનસભા થશે. મધ્ય પ્રદેશમાં યાત્રા 12 દિવસમાં જિલ્લામાં થઇને 4 ડિસેમ્બરે રાજસ્થાન પહોચશે.
આ પણ વાંચો: સદ્દામ હુસૈનના ભારત સાથે કેવા હતા સબંધ? ઇન્દિરા ગાંધીને ઇરાકના સીટીઝન બનાવવા માંગતા હતા
મધ્ય પ્રદેશમાં આ યાત્રાના બીજા દિવસે રાહુલ ગાંધીએ ખંડવા જિલ્લાના બોરગામથી ચાલવાનો પ્રારંભ કર્યો છે. યાત્રામાં પ્રિયંકા સાથે પતિ રૉબર્ટ વાડ્રા અને પુત્ર રેહાન પણ સાથે ચાલી રહ્યા છે. રાહુલ જ્યારે પદયાત્રા પર નીકળે છે ત્યારે રસ્તાની બન્ને તરફ પોલીસ કર્મી તેમની સુરક્ષા માટે રસ્તીનો સુરક્ષા ઘેરો બનાવીને સાથે ચાલે છે. પ્રિયંકા ગાંધીના યાક્રામાં સામેલ થયા બાદ કોંગ્રેસના ઉત્સાહિત કાર્યકર્તા ભાઇ-બહેનનાી સમર્થનમાં નારેબાજી કરતા અને તેમની તરફ આવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
Advertisement